________________
નાના
દુર્ભવ્ય : અનાદિકાળથી જીવ મોક્ષ પ્રત્યે પ્રીતિ કરતો નથી. હજી પણ દીર્ઘકાળ સુધી તેવા ભાવ જાગવાના નથી. મોક્ષને યોગ્ય છે પણ ઘણા કાળ પછી તે ભાવ પ્રગટ થશે.
આસનભવ્યઃ જે ભવ્યત્વ પરિપાક થયું છે. અલ્પભવમાં જે મુક્તિ પામવાનો છે.
અભવ્યત્વ નિગોદથી માંડીને મનુષ્યભવ સુધીની યાત્રા કરવાવાળો છે. બાહ્ય સંયમને ધારણ કરશે. પણ મોક્ષ છે તેવી શ્રદ્ધા થઈને મોક્ષ પામવાને પુરુષાર્થ કરવા જેવા ભાવ થતા નથી.
આ ભાવો તે કર્મના ઉપર આધારિત નથી પણ અનાદિ સિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ છે. તે પારિણામિક છે. આ ઉપરાંત, અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ, ગુણત્વ, પ્રદેશત્વ, અસંખ્યાત પ્રદેશત્વ વગેરે ભાવો પારિણામિક છે. તે જીવ અજીવના ઉભયમાં હોય છે, તે સાધારણ ભાવ કહેવાય. દરેક પદાર્થોનો અસાધારણ ગુણ ભિન્નતા દર્શાવે છે. જેમ કે દરેક પદાર્થનું અસ્તિત્વ (હોવાપણું), અન્યત્વ ભિન્નપણું) સામાન્ય છે. પણ જીવનું ચૈતન્યપણું, અજીવનું જડપણું અસાધારણ છે. અજીવમાં પારિણામિક અને ઔદયિકભાવ હોય છે, તે લક્ષણરૂપે નહિ પણ સ્વરૂપપણે હોય છે. લક્ષણ અસાધારણ હોય છે.
જીવનું લક્ષણ उपयोगो लक्षणम् ૨-૮ ઉપયોગો લક્ષણમ્ ૨-૮
ઉપયોગઃ લક્ષણમ્ ૨-૮ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે.
ઉપયોગ એ ચૈતન્યસ્વરૂપ સર્વ આત્માનો અસાધારણ ગુણ છે, જે અન્ય પદાર્થો કે દ્રવ્યને હોતો નથી.
ઉપયોગ : વસ્તુનો બોધરૂપ વ્યાપાર. જેમકે આત્મા એક વસ્તુ-પદાર્થ છે તેનો બોધ-અનુભવ જેમાં થાય
પર જ તત્ત્વમીમાંસા
રાતના
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org