________________
આત્મપ્રદેશોને દર્શનમોહનીય આદિ કર્મના ફળથી રહિત કરી દે છે. તેથી કર્મોનો ઉદય શાંત થઈ જાય છે. અર્થાત્ જીવના અધ્યવસાયની શુદ્ધિ તેવા પ્રકારની થવાથી જીવ તેટલો સમય કર્મના ફળનો અનુભવ કરતો નથી, તે ઔપશમિકભાવ.
ક્ષાયિક ભાવના ભેદો ज्ञान-दर्शन-दान लाभ-भोगोपभोगवीर्याणि च જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગોપભોગવીર્યાણિ ચ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યાણિ ચ
જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર નવ ભેદ ક્ષાયિકના છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના ક્ષયથી કેવળદર્શન, મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર અને અંતરાય કર્મના ક્ષયથી દાનાદિલબ્ધિઓ પ્રગટ થાય છે.
ક્ષાયિક સમ્યક્ત્વના વ્યવહારિક અને નૈૠયિક બે ભેદ છે. મોહનીય કર્મના ક્ષયથી જે સમ્યક્ત્વ તથા ચારિત્ર છે તે વ્યાવહારિક છે, પરંતુ દર્શનમોહનીયના ક્ષયથી પ્રગટેલો વિશુદ્ધ પરિણામ તથા ચારિત્ર મોહનીયના ક્ષયથી સ્વસ્વરૂપમાં રમણતા કે સ્થિરતા તે તે નૈશ્ચયિક ક્ષાયિક ચારિત્ર છે, તે કેવળીને હોય છે.
૨-૪
૨-૪
૨-૪
છદ્મસ્થ અવસ્થામાં વ્યાવહારિક ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર હોય છે, સિદ્ધોમાં નૈૠયિક હોય છે.
નોંધ : એ પ્રમાણે દાનાદિ લબ્ધિમાં સિદ્ધોને વ્યાવહારિક પ્રવૃત્તિ હોતી નથી. પણ પરભાવના ત્યાગરૂપ દાન, આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ ભોગ, ઉપભોગ અને સ્વરૂપમાં જ સ્થિરતારૂપ વીર્ય હોય છે.
Jain Education International
૪૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org