________________
માન, માયા લોભ, ક્ષય થવાથી પ્રગટ થતો નિર્મળભાવ ક્ષાયિકભાવ છે. તે અવિનાશી છે. ઔપશમિકભાવ વિનાશી છે, બંને ભાવમાં આવો ભેદ છે.
૩. મિશ્ર ભાવ : ક્ષયોપશમભાવ કહેવાય છે, એ એક પ્રકારની આત્માની શુદ્ધિ છે. જે કર્મના ઉદયમાં નહિ આવેલા દલિકોના ઉપશમથી ઉદયમાં આવેલા દલિકોના અને ક્ષયથી પ્રગટ થાય છે. સર્વઘાતી અનંતાનુબંધી અધિક રસવાળા કર્મપ્રદેશોના અભાવરૂપ ઉપશમ, અને દેશઘાતી અલ્પરસવાળા પ્રદેશોના ઉદય દ્વારા ક્ષય થવો ક્ષયોપશમથી જે ભાવો પ્રગટ થાય તે ક્ષયોપશમ ભાવ છે. અર્થાત્ કંઈક શુદ્ધિ અને કંઈક અશુદ્ધિનું મિશ્રણ છે તેથી મિશ્રભાવ છે.
આમ
૪. ઔદયિક ભાવ : કર્મોના ઉદય-ફળના અનુભવથી થતો ભાવ તે ઔયિક ભાવ છે. ઉદય તે આત્માની એક પ્રકારની અશુદ્ધિ છે. તેના ઉદયથી આત્મામાં અશુદ્ધિનો ભાવ ઉત્પન્ન થાય છે.
-
પ. પારિણામિક ભાવ: દ્રવ્યનો એક પ્રકારનો પરિણામ છે, તે દ્રવ્યના અસ્તિત્વથી જ સ્વયં ઉત્પન્ન થાય છે, દ્રવ્ય માત્રનું સ્વાભાવિક પરિણમન તે પારિણામિક ભાવ છે. દ્રવ્યનું પોતાનું સ્વરૂપ તે પારિણામિક ભાવ છે, તે સ્વયંભૂ છે. કોઈ નિમિત્તની તેમાં જરૂર નથી. જ્યારે ઔપમિકાદિ ભાવમાં કર્મના સંબંધની અપેક્ષા રહે છે.
ભાવોના અધિકારી : સંસારી અથવા મુક્ત સર્વ આત્મામાં પાંચે ભાવોમાંથી અલ્પાધિક ભાવ હોય છે. ઓછામાં ઓછા બે ભાવ જીવમાત્રને હોય છે. આ ભાવો અજીવમાં હોતા નથી.
સંસારી જીવને ઔયિક, ક્ષયોપશમિક અને પારિણામિક ત્રણ ભાવ હોય છે.
સમ્યક્ત્વપ્રાપ્ત જીવને ઔયિક, ક્ષયોપશ્ચમિક, પારિણામિક ઔપમિક ભાવ હોય છે.
ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત જીવને ઉપશમ શ્રેણીમાં પાંચે ભાવ હોય છે. સિદ્ધ આત્માને ક્ષાયિક અને પારિણામિક બે જ ભાવ હોય છે.
૪૬ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org