________________
થઈ વાણીધર્મમાં આવે તે રીતે દર્શાવ્યો છે. તે દેહમાં રહેલો છતાં દેહથી નિતાંત ભિન્ન, સ્વ-પર પ્રકાશક, પરમશુદ્ધ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય આત્મા જ્ઞાનીપુરુષોને જાણ્યા વગર, શ્રદ્ધા કર્યા વગર, તેમની આજ્ઞાનું આરાધન કર્યા વગર જીવને જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ થતો નથી. માટે સર્વ પ્રકારના અન્ય વિકલ્પનો ત્યાગ કરી કેવળ આત્મત્વને ધ્યાવવો.
મોક્ષને પામવાનો માર્ગ સરળ છે, અને મોક્ષસ્વરૂપ આત્મા પણ અત્યંત સમીપ છે. પરંતુ મોહની પકડ જીવને મોક્ષસ્વરૂપે પ્રતીતિ થવા ન દે, અને આસક્તિરૂપી અંતરાય આત્માની સમીપતાનું ભાન થવા ન દે, માટે તીર્થંકર પરમાત્માએ આત્માને જે સ્વરૂપે જણાવ્યો છે તેમાં શ્રદ્ધા કરવી અથવા તેમના માર્ગે ચાલતા નિઃસ્પૃહ મહાત્માઓની દેશના વડે પ્રતીતિ કરવી.
જીવને સન્માર્ગ મળ્યાની પ્રતીતિ એ રીતે થાય કે તેને સંસારરૂપ ઉન્માર્ગમાં સર્વત્ર અરુચિ થાય. સંસારના શુભ યોગમાં અટકે નહિ. સુખથી પણ છૂટું અને અવ્યાબાધ સુખ પામું એવી નિરંતર ભાવના કરે.. ૫રમાર્થ દૃષ્ટિવંત જીવ સંસારની પામરતાને જાણી લે છે. અને તે પદાર્થો પ્રત્યેની પ્રીતિનો પરિહાર કરે છે.
હે ચેતન ! તમે તમારા સામર્થ્ય પ્રત્યે દૃષ્ટિ કરો. જેમ સોનું કાદવમાં પડવા છતાં કટાતું નથી, તેમ સમ્યગ્ જ્ઞાની આત્મા સંસારનો ઉદય છતાં શરીરાદિમાં રાગદ્વેષ, અહંકાર કે મમત્વ કરીને કટાતા નથી, તેમાં મોહ કરતા નથી, પરંતુ લોઢું ભેજના સંયોગમાં પડ્યું રહે ત્યારે કાટથી ખવાઈ જાય છે. તેમ મિથ્યાદર્શનવાળો જીવ સંસારમાં અનેકવિધ કર્મના સંયોગોમાં, પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ કરી આત્મગુણનો ઘાત કરે છે.
એક જ્ઞાનભાવ છે, બીજો અજ્ઞાનભાવ છે. બંને ચેતનની અવસ્થા છતાં જ્ઞાનભાવથી જીવ સંસારનાં બંધન કાપે છે અને અજ્ઞાનભાવથી સંસારની વૃદ્ધિ કરે છે.
Jain Education International
૪૪ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org