________________
પહોંચાયછે. શુદ્ધ આત્મભાવ વડે વીતરાગ ભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય. બંનેના સાધનો અત્યંત બિન્ન છે.
સ્વર્ગ અને મોક્ષના સાધનમાં જમીન આસમાનનું અંતર છે. ગમે તેવું સ્વર્ગનું સુખ પણ આકુળતાવાળું છે. મોક્ષનું સુખ નિરાકૂળ છે. માનવદેહમાં રહેલા જીવને પોતાના જ અસંખ્યાત આત્મપ્રદેશે ઘાતીકર્મનું આવરણ દૂર થતાં કેવળજ્ઞાનની દશામાં અનંત સુખનું વેદન થાય છે. તે જ જીવ નિર્વાણ પ્રાપ્ત થતાં સાદિ અનંતકાળ સુધી સિદ્ધત્વમાં અવ્યાબાધ સુખમાં જ રહે છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર ત્રણેની એકતા તે નિશ્ચયથી મોક્ષ છે. સાધકને સાધના માટે ત્રણે સાધનોની અપેક્ષા છે, તે વ્યવહાર કથન છે. ત્રણેમાંથી કોઈ એક સાધન વડે મોક્ષ નથી. કેવળ શ્રદ્ધા વડે, કેવળ જ્ઞાન વડે, કે કેવળ આચરણ વડે એમ કોઈ એક સાધન વડે નહિ પરંતુ ત્રણેની એકતા વડે મોક્ષ છે. ચોથા ગુણ સ્થાનકેથી આ ત્રણે સાધનના અંશો પ્રગટ થાય છે. સમ્યગ્દર્શનની નિર્મળતા તો એ જ રહે છે. જ્ઞાનની તરતમતા હોય છે, તે ચારિત્રની શુદ્ધિથી, વીતરાગભાવથી વિશેષ નિર્મળ બને છે. ચારિત્રનો પણ ક્રમિક વિકાસ થાય છે. ચારિત્ર પૂર્ણ શુદ્ધ થતાં દર્શન જ્ઞાન પણ પૂર્ણ શુદ્ધ થાય છે.
.
સારાંશ : પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારે માનવજન્મ પામીને જીવને કરવા યોગ્ય મહાન કાર્ય શું છે, તે દર્શાવવા મંગળરૂપે પણ સમ્યગ્દર્શનાદિનું સાધન બતાવવું છે. જેમ મંત્રમાં નવકારમંત્ર પ્રથમ મંગળ છે, તેમ આ શાસ્ત્રમાં સાધના માટે પ્રથમ મંગળ મોક્ષ છે. તેથી ગ્રંથકારે અન્ય માંગલિક શ્લોકનો આધાર લીધો નથી પરંતુ પરમસુખનું સાધન એવા મોક્ષને જ મંગળરૂપે કથન કરેલું છે.
કે ચતન ! આવા ગ્રંથ દ્વારા ઉત્તમ સામગ્રી રૂપ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ સન્માર્ગે ચઢી જા. પુનઃ પુનઃ આવો યોગ નહિ મળે. અરૂપી અને સૂક્ષ્મ એવા આત્માને સર્વજ્ઞ ભગવંતોએ સ્વયં સ્વરૂપસ્થ
અધ્યાય : ૧ તત્ત્વદોહન ૪ ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org