________________
નનનન
નામતના નનનનન નનનન
સંસારમાં સુખ નથી, માટે જેણે સાચું સુખ શોધ્યું તેવા દેવ અને ગુરુના વચનને પ્રમાણ કરવું તે શ્રુતજ્ઞાનનું અવલંબન છે; જેના કારણે અશુભભાવ ઘટતો જાય છે. વળી સત્સમાગમની વિશેષતા કરીને જિજ્ઞાસું આગળ વધે છે, આત્મસ્વરૂપનો બોઘ સાંભળતા તેનો ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. ત્યારે સંસારની પ્રવૃત્તિ પણ છૂટતી જાય છે. તે પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે.
દંસણ મૂલો ઘમ્મો” સમ્યગુ શ્રદ્ધાવાળો જિજ્ઞાસુ-જ્ઞાની સંસારની પ્રવૃત્તિ કરે ત્યારે તેને શ્રદ્ધાની પ્રતીતિ રહે છે. જેમ શિક્ષકની નોકરી કરતો પુરુષ, પોતે કોઈનો પિતા કે પતિ છે તેની પ્રતીતિ રહે છે, તેમ સમ્યગુદૃષ્ટિવંત આત્માને શુભાશુભ ભાવવડે બંધ થાય તો પણ તેનું સમ્યમ્ શ્રદ્ધાન ટકે છે.
પ્રથમ અધ્યાયનો મુખ્ય વિષય સમ્યગ દર્શન અને સમ્યજ્ઞાન છે, જીવનો આધ્યાત્મિક વિકાસ આ બે ગુણના પ્રગટ્યા પછી થાય છે, તેથી આ બંને અવસ્થાઓ વિષેનું મૂળ સ્વરૂપ જાણવું જરૂરી છે કે જ્યાંથી સાચા ધર્મની શરૂઆત થાય છે.
હે ભવ્યાત્માઓ સ્વરૂપની શુદ્ધતાનું નિરાવરણ થવું તે કેવળજ્ઞાન છે, તે પામીને જીવ શુદ્ધ અને સિદ્ધ થાય છે. કેવળજ્ઞાનનું મૂળ સમ્યગદર્શન છે. માટે સર્વ જપ, તપ, ક્રિયા, અનુષ્ઠાન કે સાધન તેને માટે યોજવા. સંસારના પરિભ્રમણથી પુણ્ય છોડાવશે નહિ, પરંતુ આત્માના લક્ષે કરેલા સાધનોના નિમિત્તથી થતા શુભભાવનું પુણ્ય જીવને સન્માર્ગના યોગની પ્રાપ્તિ કરાવશે. તેવા યોગમાં જીવ યથાર્થ શ્રદ્ધા વડે સમ્યગ્રદર્શનને પ્રાપ્ત કરે તો તેના જપતપાદિ સાધનો મોક્ષનો હેતુ બને.
સંસારના સ્વર્ગના સુખો ક્ષણિક છે. ઇન્દ્રિયજન્ય પરાધીન, સમયકાલીન, અને મૃત્યુથી ઘેરાયેલા છે.
મોક્ષનું સુખ અતિન્દ્રિય છે, સ્વાધીન છે, સમયથી અમર્યાદિત છે, તે શુદ્ધ ઉપયોગના સાધન વડે જ અનુભવાય છે. પુણ્યથી સ્વર્ગ સુધી
૪ર જ તત્ત્વમીમાંસા
ક
અ
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org