________________
સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ સહિતનો આત્માનો જ્ઞાનગુણ તે સમ્માન છે. અને આત્મસ્વરૂપમાં રમણતા તે સમ્યચારિત્ર છે. તે ત્રણે સાધન તે દ્વારા જીવનું મોક્ષ સ્વરૂપ પ્રગટ થાય છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પરપદાર્થથી પોતાનો ભેદ કરી સ્વદ્રવ્યમાં અભેદપણે રહેવું, વારંવાર પોતે સ્વપણે છે તેની ભાવના કરવી. તત્ત્વની યથાર્થ શ્રદ્ધા દ્વારા પરદ્રવ્યથી ભિન્નતાનો બોધ થાય છે. ત્યારે જીવ સ્વભાવમાં ટકે છે.તે જીવ સમ્યક્ત્વને પામે છે.
સમ્યગ્દર્શન આત્માના શ્રદ્ધા ગુણની નિર્મળ અવસ્થા છે. તે પોતાના જ શુદ્ધ સ્વભાવના અવલંબનથી પ્રગટ થાય છે, ત્યારે બહારમાં દેવગુરું આદિ નિમિત્ત કારણ હોય છે, તથા તત્ત્વોની યથાર્થ શ્રદ્ધારૂપ પરિણમન હોય છે.
શાશ્વત સુખ કે શાંતિનો ઉપાય સમ્યગ્દર્શન છે. અનંતકાળથી જીવ સમ્યગ્દર્શન રહિત રખડ્યો છે. સમ્યગ્દર્શન વડે જીવો મુક્તિ પામે છે. પ્રારંભમાં શ્રુતજ્ઞાનના અવલંબનથી જીવે શુદ્ધ જ્ઞાન સ્વભાવયુક્ત આત્માનો નિર્ણય કરી, તેનું ધ્યાવન કરવું. પરપદાર્થમાં આક્રાંત ઇન્દ્રિયો અને મનને સંયમમાં રાખી મતિજ્ઞાનને સ્વભાવસન્મુખ કરવું. જેથી વિકલ્પો શાંત થતા, શ્રુતજ્ઞાન પણ સ્વભાવ સન્મુખ થાય છે.. ત્યારે જ્ઞાનસ્વરૂપ ઉપયોગ-આત્મા, આત્માને સમ્યપણે પ્રતીત કરે છે. તે સમ્યગ્દર્શન છે ત્યારે આત્મા આત્મપણે આત્માને જાણે છે તે સમ્યજ્ઞાન છે. અને તે જ્ઞાન દ્વારા શુદ્ધાત્માના આનંદનું વેદન તેસમ્યચારિત્ર છે.
આવું સ્વરૂપ પામવાની જિજ્ઞાસા થવી તે પાત્રતા છે. આત્માની વર્તમાન દશા વિકારી છે, તેજ દુઃખ છે. આત્માની વર્તમાન અવસ્થામાં વિકારનો નાશ કરી વીતરાગ અવસ્થાને પ્રગટ કરવી તેવી દ્રઢ ભાવના કરવી. પછી એવી વીતરાગ અવસ્થા જેને પ્રગટી છે, તેવા પૂર્ણાત્માનું અવલંબન લેવું. જેથી પરપદાર્થનો પરિચય ઘટીજાય છે, તેમાંથી સુખબુદ્ધિ ઘટી જાયછે, અને સ્વભાવ પ્રત્યે જીવની રૂચિ વધેછે. ત્યારે સમ્યગ્દર્શનની પાત્રતા થાય છે.
Jain Education International
અધ્યાય : ૧ - તત્ત્વદોહન ૪ ૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org