________________
અર્થબોધમાં શબ્દનયની પ્રધાનતા છે. શબદ નયના ભેદ.
લિંગભેદ : જેમકે નર, નારી, વસ્ત્ર, પાત્ર, ઊંચુંનીચું આવાં ચિન્હોથી ઓળખાય તે લિંગભેદ.
કાળભેદઃ હતો, છે, હશે, આવ્યો, આવશે, આવે છે. વચનભેદઃ બળદ, બળદો, સ્ત્રી, સ્ત્રીઓ, એક કે વધુ. કારકભેદ : મારું છે, મને થાય છે, મારા વડે થયું વગેરે.
૬. સમભિરૂઢ નયઃ શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. જેમકે રાજ્યનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, રાજચિહ્નો સહિત હોય
તે રાજા.
૭. એવંભૂત નયઃ શબ્દની વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે તે વસ્તુને સંબોધે. જેમકે પૂજા કરતો હોય ત્યારે તે વ્યક્તિ પૂજારી કહેવાય.
નિશ્ચય અને વ્યવહારનય એ બે નય મુખ્ય છે.
નિશ્ચયનયઃ સૂક્ષ્મ અથવા તંત્ત્વદૃષ્ટિએ કોઈપણ વિષયનો તત્વસ્પર્શી વિચાર કરે. સાધુતા પાળનારને સાધુ કહેશે, તે નિશ્ચય નય.
વ્યવહારનયઃ સ્કૂલદૃષ્ટિ કે ઉપચાર દૃષ્ટિ : સાધુવેશ ધારણ કરનારને પણ સાધુ કહે.
{ તત્ત્વદોહન છે શ્રી ઉમાસ્વાતિ આચાર્ય ગ્રંથનો પ્રારંભ સમ્યગદર્શન શબ્દથી કર્યો છે. તે સમ્યગદર્શનનો મહિમા સૂચવે છે. સમગ્ર સૃષ્ટિના સંસારી જીવો દુઃખી છે, તેનું મુખ્ય કારણ મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શનનો અર્થ ખોટી માન્યતા, તેને કારણે સ્વરૂપનું અજ્ઞાન અથવા ભ્રમ છે, તે મિથ્યાજ્ઞાન છે અને
જ્યાં માન્યતા અને જ્ઞાન ખોટા હોય ત્યાં આચાર પણ મિથ્યાહોય. આથી સમ્યગદર્શન રહિત જીવો મિથ્યાદર્શન આદિથી દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખથી મુક્ત થવા સમ્યગ્રદર્શનને પ્રગટ કરવું જોઈએ. કારણકે મુક્તિનું મુખ્ય સાધન સમ્યગદર્શન છે. જીવાદિ પદાર્થોની યથાર્થ શ્રદ્ધા યુક્ત આત્માનું પરિણમન તે
૪૦ તત્ત્વમીમાંસા
- વાવ - - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org