________________
નય : વિરોધી દેખાતા વિચારોના વાસ્તવિક અવિરોધનું મૂળ બતાવનાર વિચારોનો સમન્વય કરનાર શાસ્ત્ર તે નય.
એક જ આત્મા વિષે આત્મા એક છે તે વ્યક્તિપણે, અને આત્મા અનેક છે તે સમષ્ટિપણે. આવો નિત્યાનિત્ય વગેરે ધર્મો વિષેનો સમન્વય, નય જ્ઞાનથી થાય છે. અને વિષાદ ટળી જતા સત્ય અને પૂર્ણ જ્ઞાનનું નિરૂપણ આ નયવાદથી થાય છે. અર્થાત્ કોઈપણ વિષયનું સાપેક્ષપણે નિરૂપણ કરનાર વિચાર તે નય છે.
નય વિષે
૧. નૈગમનય : જેમાં અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ નય. વ્યવહારમાં લોકરૂઢિના પ્રયોગો નૈગમનયમાં સમાય છે. જેમાં ભૂતકાળમાં થયેલી અને ભવિષ્યમાં થવાની વસ્તુનો આરોપ વર્તમાનમાં કરવામાં આવે છે. કોઈ સ્ત્રી દૂધપાક બનાવતી હોય ને કોઈ પૂછે તો કહેવામાં આવે કે ‘દૂધપાક બનાવ્યો છે' – તે પ્રમાણે દૂધપાક બનાવવાની તૈયારી કરતી હોય તે સ્ત્રીને પૂછવામાં આવે શું કરે છે, તો દૂધપાક બનાવું છું તેમ કહેશે.
૨. સંગ્રહનય : જે નય સર્વ વિશેષોનો એકરૂપે સંગ્રહ કરી લે, જેમ કે કાપડ બજાર. બજારમાં ચીજો ઘણી હોય પણ આ નય બજારને એકરૂપે જણાવે છે.
૩. વ્યવહારનય : આ નય વસ્તુને જુદી જુદી બતાવે છે. કાપડ બજારમાં પણ સાડીની દુકાન, ધોતીની દુકાન, શર્ટની દુકાન વગેરે. અર્થાત્ સંગ્રહનય કરતાં વિશેષ તરફ દૃષ્ટિ કરીને વસ્તુને અલગ અલગ બતાવે તે વ્યવહારનય.
૪. ઋજુસૂત્રનય : આ નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા બતાવે છે. ભૂતકાળ કે ભવિષ્યની પર્યાયને માન્ય રાખે નહિ. વ્યવહારનય ભવિષ્યમાં બનનાર રાજાને પણ રાજા કહે છે, પરંતુ આ નય તો જે સમયે જે રાજ્યનો માલિક હોય તેને રાજા કહે છે.
પ. શબ્દનય : શબ્દો વડે વ્યવહાર ચાલે છે તે શબ્દોથી થતા
Jain Education International
અધ્યાય : ૧
•
સૂત્ર ઃ ૩૫ ૪ ૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org