________________
એકસાથે એક જીવમાં એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોઈ શકે.
૧. કોઈ આત્મામાં એક જ્ઞાન હોય ત્યારે તે કેવળજ્ઞાન હોય કારણ કે તે પૂર્ણજ્ઞાન છે, તેથી તેમાં અન્ય જ્ઞાનની જરૂર નથી.
૨. કોઈ આત્મામાં બે જ્ઞાન હોય ત્યારે મતિ અને શ્રુતજ્ઞાન હોય. કારણ કે આ બે જ્ઞાન સાથે રહેવાવાળા સહચારી છે. અને તે સૂક્ષ્મ શરીરવાળા જીવથી માંડી સર્વ સંસારી જીવોને હોય છે, તેમાં વિકાસ પ્રમાણે તરતમતા હોય છે.
૩. કોઈ આત્મામાં ત્રણ જ્ઞાન હોય ત્યારે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન હોય છે. અથવા મતિ શ્રુત અને મન:પર્યાય જ્ઞાન હોય છે.
૪: કોઈ આત્મામાં ચાર જ્ઞાન હોય ત્યારે મતિ, શ્રુત, અવધિજ્ઞાન અને મન:પર્યાય શાન હોય છે.
કારણ કે આ ત્રણે જ્ઞાનની અવસ્થા અપૂર્ણ છે, તેથી બે ત્રણ કે ચાર એકી સાથે હોય છે. છતાં જે સમયે આત્મા મતિ, જ્ઞાનથી વિષયને જાણવા પ્રવૃત્ત થાય છે ત્યારે તે સમયે શ્રુત કે અવધિની શક્તિ હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી, તે પ્રમાણે અન્ય જ્ઞાનના ઉપયોગ માટે જાણવું. એક આત્મામાં ચારે જ્ઞાન હોય તો પણ એક સમયે એક જ શક્તિ જાણવાનું કામ કરે છે.
જેમકે મન દ્વારા વસ્તુનું ચિંતન કરે ત્યારે અવધિ જ્ઞાનની શક્તિ કામ નથી કરતી. જ્યારે વચન દ્વારા શ્રુતનો ઉપયોગ કરે ત્યારે અન્ય જ્ઞાનની શક્તિ કામ કરતી નથી.
વળી મતિ આદિ ચારે જ્ઞાનો કર્મસાપેક્ષ છે. જ્ઞાનાવરણીય કર્મના સર્વથા અભાવથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેથી કર્મજનિત ઔપાધિક જ્ઞાનશક્તિનો ત્યાં અવકાશ નથી.
૩૬ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org