________________
જ
w
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ, અને દેવના મનના વિચારોને જાણે છે.
સ્વામી : અવધિજ્ઞાન ચારેય ગતિમાં રહેલા સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે.
મનઃ પર્યવજ્ઞાન : મનુષ્યગતિમાં સાતમે ગુણસ્થાનકે વર્તતા સંયમી જીવોને ઉત્પન્ન થાય છે. તે ૬થી ૧૨ ગુણસ્થાનક સુધી હોય છે.
વિષય : અવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્યો છે અને અલ્પ પર્યાયો છે. તેમાં મનના સ્કૂલ-સ્પષ્ટ પર્યાયોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મનો થતો નથી.
મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલો અને પર્યાયો હોવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમા ભાગ પ્રમાણ છે.
અવધિજ્ઞાન કરતાં મન:પર્યયજ્ઞાન વિશેષ શુદ્ધ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે.
દા.ત. એક વ્યક્તિ ઘણાં શાસ્ત્રો જાણે પણ એકમાં નિપુણતા ન હોય. અને કોઈ વ્યક્તિ એક જ શાસ્ત્રને ઘણી વિશદતા અને સૂક્ષ્મતાથી જાણે.
વળી જેમ કોઈ એક ડૉક્ટર આંખ, કાન વગેરેનું સામાન્ય જ્ઞાન ધરાવે છે. પરંતુ જે ડૉક્ટર ફક્ત આંખનું જ જ્ઞાન સૂક્ષ્મતાથી ધરાવતો હોય તો તેનું જ્ઞાન સૂક્ષ્મ અને તે રોગ માટે સ્પષ્ટ હોય છે.
તેમ અવધિજ્ઞાનીનું ક્ષેત્ર વધુ અને બધા રૂપી પદાર્થોને જાણે પણ મન:પર્યવજ્ઞાની ફક્ત મનના જ વિચારોને જાણે પણ તે જ્ઞાન વધુ સૂક્ષ્મ છે, અને વિશુદ્ધ છે.
મતિ શ્રુતનો વિષય : मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु
૧-૨૭ મતિશ્રુતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યધ્વસર્વપર્યાયેષુ ૧-૨૭ મતિકૃતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭
૩૪ તત્વમીમાંસા
અમને,
જીજે
wwwwwwwwwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org