________________
થયો તેના વિચારને જાણે પણ પેલા પક્ષીને ન જાણે. અનુમાનથી જાણે. પરિણામની વિશુદ્ધતા અને પુનઃપતનના અભાવથી આ જ્ઞાનના બે ભેદ કહ્યા છે.
विशुद्धप्रतिपाताभ्यां तद्विशेषः વિશુદ્ધયપ્રતિપાતાભ્યાં તદ્વિશેષઃ વિશુદ્ધિ-અપ્રતિપાતાભ્યાં તદ્-વિશેષઃ૧-૨૫
વિશુદ્ધિ અને અપ્રતિપાત (કાયમ ટકવું) તે વડે ૠજુમતિ અને વિપુલમતિમાં ભેદ છે.
૧-૨૫
૧-૨૫
ૠજુમતિ : વિષયને સામાન્યપણે જાણે. વિપુલમતિની અપેક્ષાએ. આ જ્ઞાન જતું રહેવા સંભવ છે.
વિપુલમતિ : વિષયને વિશષપણે જાણે. ઉત્પન્ન થયા પછી જતું નથી પરંતુ આ જ્ઞાન પછી કેવળજ્ઞાન અવશ્ય થાય છે. અવધિજ્ઞાન - મન:પર્યવજ્ઞાનમાં ભેદ :
विशुद्धि-क्षेत्र- स्वामि-विषयेभ्योऽवधिमनः पर्याययोः વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યોડવધિમનઃ પર્યાયયોઃ વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્યઃ અવધિમનઃ પયાયયોઃ
વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષય એ ચાર હેતુઓથી અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનમાં વિશેષતા-ભેદ છે.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન બંન અતિન્દ્રિય જ્ઞાન છે. છતાં બંને વચ્ચે તફાવત છે.
વિશુદ્ધિ : અવધિજ્ઞાન કરતા મનઃપર્યવજ્ઞાન પોતાના વિષયને વધુ સ્પષ્ટ જાણે છે, એથી તે વધુ શુદ્ધ છે.
Jain Education International
૧-૨૬
૧-૨૬
૧-૨૬
ક્ષેત્ર : મન:પર્યવજ્ઞાનના ક્ષેત્રથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી સંપૂર્ણ લોક પર્યંત છે. મન-પર્યવજ્ઞાનનું ક્ષેત્ર અઢી દ્વીપ, અને બે સમુદ્રપ્રમાણ મનુષ્યક્ષેત્રમાં
અધ્યાય ઃ ૧ • સૂત્ર : ૨૫-૨૬ ૪ ૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org