________________
*
અવધિજ્ઞાનનો વિષય ૧. ભવપ્રત્યય નારક અને દેવોને હોય છે. ૨. ગુણ પ્રત્યયઃ ક્ષયોપશમના નિમિત્તથી થતું અવધિજ્ઞાન છ પ્રકારનું છે તે તિર્યંચ અને મનુષ્યને હોય છે.
ભવ = જન્મ; પ્રત્યય = નિમિત્ત; યથોક્ત = ક્ષયોપશમ (ગુણોરૂપ શક્તિથી)
ભવપ્રત્યય અને ક્ષયોપશમ-ગુણપ્રત્યય બંને પ્રકારના અવધિજ્ઞાન કર્મનો ક્ષયોપશમ થવાથી થાય છે, છતાં દેવ અને નારકને જન્મતાંની સાથે આ જ્ઞાન પ્રગટ થવાથી તે ભવપ્રત્યય કહેવાય છે.
જે અવધિજ્ઞાન વ્રત-તપ આદિના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે. તે ગુણપ્રત્યય મનુષ્ય અને તિર્યંચને હોય છે છતાં મુખ્ય કારણ તો અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ મુખ્ય છે.
નારકને અત્યંત દુઃખ અને નિષ્કૃષ્ટ યોનિ છતાં અવધિજ્ઞાન ભવપ્રત્યય હોય છે, જેમ મનુષ્ય કરતાં પક્ષીની વિચારશક્તિ અલ્પ હોવા છતાં આકાશમાં ઊડી શકે છે, તેનું ઊડવું તે તેના જન્મના નિમિત્તથી છે. મનુષ્યને આકાશગામી વિદ્યા ગુણપ્રત્યય છે.
તિર્યંચ અને મનુષ્યના ક્ષયોપશમ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદો
૧. આનુગામિક, ૨. અનાનુગામિક, ૩. વર્ધમાન, ૪. હાયમાન, ૫. અવસ્થિત, ૬. અનવસ્થિત.
૧. આનુગામિકઆ પ્રકારનું અવધિજ્ઞાન ઉત્પત્તિનું ક્ષેત્ર છોડીને જવા છતાં સાથે રહે છે. હાથમાં રાખેલી બેટ્ટી જેવું સાધન જ્યાં જાય ત્યાં પ્રકાશ સાથે રહે છે તેમ,
૨. અનાનુગામિક ઃ જે સ્થળે અવધિજ્ઞાન ઉત્પન્ન થવું હોય તે સ્થળે જ ઉપયોગ પ્રવર્તે. ક્ષેત્રમંતર થતાં ઉપયોગ પ્રવર્તે નહિ. વીજળીનો બલ્બ જે સ્થાનમાં હોય તે સ્થાનમાં જ પ્રકાશ આવે. બીજા ઓરડામાં તે પ્રકાશ જઈ ન શકે તેમ.
અધ્યાયઃ ૧• સૂત્રઃ ૨૩૪ ૩૧ !
જ
જાન જ ના જજ
અરજી
અવાજ અવાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org