________________
અર્થ = દ્રવ્ય અને પર્યાય..
દ્રવ્ય અને તેના ગુણ કે પર્યાયના અવગ્રહાદિ થાય છે. અવગ્રહાદિ જ્ઞાન મુખ્યપણે પર્યાય અવસ્થાને ગ્રહણ કરે છે. દ્રવ્ય એ પર્યાય દ્વારા જણાય છે. પર્યાય દ્રવ્યનો અંશ છે. દ્રવ્ય રહિત પર્યાય ન હોય અને પર્યાય રહિત દ્રવ્ય ન હોય. ઇન્દ્રિયો કે મને પોતપોતાના વિષયભૂત પર્યાયને જાણે છે. અને તે પણ અંશતઃ જાણે છે.
જેમકે નેત્ર દ્વારા કેરીને જુએ ત્યારે આકારને જ જુએ છે. પણ નેત્ર તેના સ્પર્શ ગંધને જાણી શકતું નથી. તે પ્રમાણે અન્ય ઇન્દ્રિયો માટે સમજવું. એક સાથે સંપૂર્ણ વિષયને ગ્રહણ કરવા ઇન્દ્રિયો અસમર્થ
૫
માતાળowાના કાળા કાજ
व्यञ्जनस्यावग्रहः ૧-૧૮ વ્યંજનસ્થાવગ્રહઃ ૧-૧૮
વ્યંજનમ્ય અવગ્રહઃ ૧-૧૮
વ્યંજનનો અવગ્રહ જ થાય છે. વ્યંજન જેનાથી અર્થનું જ્ઞાન થાય તે વ્યંજન. અર્થ = વસ્તુ. વ્યંજન મતિજ્ઞાનનો ભેદ છે. તે ફક્ત અવગ્રહનો વિષય બને છે, એટલું અસ્પષ્ટ જ્ઞાન છે. ઈહા જેવા પ્રકાર સુધી પહોંચતું નથી. વિષયને ગ્રહણ કરવાવાળા વિશેષ પુદ્ગલની રચનાવાળા ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધ વિના અર્થ-વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી. ઉપકરણેન્દ્રિય અને વિષયનો સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તે વ્યંજનાવગ્રહ છે.
આત્માની શક્તિ જ્યાં સુધી આવૃત-ઢંકાયેલી છે ત્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન થવામાં તેને મન અને ઇન્દ્રિયોની સહાય જરૂરી રહે છે. અને મન તથા ઇન્દ્રિયોની શક્તિમાં અભ્યાધિકતા હોય છે. પ્રારંભમાં વિષયનું જ્ઞાન થવાની માત્રા અલ્પ હોય છે. તેથી “આ કંઈક છે' એવો સામાન્ય બોધ પણ થતો નથી તે વ્યંજનાવગ્રહ છે. તે માત્રામાં પુષ્ટિ થતાં “આ કંઈક છે' એવો સામાન્ય બોધ અર્થાવગ્રહ બને છે. આમ દરેક ભેદમાં
- ૨૬ જ તત્ત્વમીમાંસા
કરવા હાકલ કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org