________________
બહુ આદિ દરેકના પ્રતિપક્ષી હોય છે. મતિજ્ઞાનના ક્ષયોપશમથી આવા ભેદ પડે છે.
સેતર - પ્રતિપક્ષીસહિત
બહુ
વધારે.
અબહુ
# અલ્પ.
૧. બહુ : જેમકે કોઈ વ્યક્તિ બેથી અધિક શબ્દો કે પુસ્તકોનું જ્ઞાન ધરાવે, તેમાં અવગ્રહાદિ ચારે લાગુ પડે. જેમ બહુગાહી અવગ્રહ. ૨. અબહુ : જેમકે કોઈ વ્યક્તિ એક પુસ્તક કે એક શબ્દને કે પુસ્તક્ને જાણે તેમાં અલ્પગ્રાહી અવગ્રહ એમ ચારે લાગુ પડે.
૩. બહુવિધ : અનેક પ્રકારે જેમકે કોઈ શબ્દ કે પુસ્તકને ઘણે પ્રકારે આકાર, રૂપ, રંગ, આદિથી જાણે.
-
=
૪. અબહુવિધ : એક જાતના શબ્દ કે પુસ્તકને જાણે.
બહુ અને બહુવિધમાં તફાવત.
(બહુ : કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રોનું વ્યાખ્યાન કરી શકે પણ તે તલસ્પર્શી ન હોય. તે બહુ.
બહુવિધ : કોઈ વ્યક્તિ ઘણાં શાસ્ત્રો જાણે ભણાવે અને તલસ્પર્શી વ્યાખ્યાન પણ કરી શકે.)
૫. ક્ષિપ્ર : જલ્દી : કોઈ વસ્તુનું જ્ઞાન શીઘ્રતાથી કરે.
૬. અક્ષિપ્ર : ધીમે, કોઈ વસ્તુનું જ્ઞાન વિલંબથી કરે. ૭. નિશ્ચિત : ચિહ્ન સહિત * કોઈ વ્યક્તિ વસ્તુને તેના ચિહ્નથી જાણી શકે. ધ્વજા જોઈને મંદિરને જાણે, અથવા પૂર્વના અનુભવથી જાણે.
૮. અનિશ્રિત : ચિહ્ન રહિત : કોઈ વ્યક્તિ વસ્તુને ચિહ્ન રહિત જાણી શકે. પૂર્વે અનુભવ ન હોય તો પણ જાણે.
૯. અસંદિગ્ધ: સંદેહ રહિત. વસ્તુને સંદેહ રહિત જાણે. ૧૦. સંદિગ્ધ : જાણે પણ સંદેહ સહિત જાણે. જેમકે આ શીતળ સ્પર્શ ચંદનનો હશે કે નહિ હોય.
૧૧. ધ્રુવ : નિશ્ચિત અવશ્યભાવી, વસ્તુને પ્રથમ જે રીતે જાણી
૨૪ ૪ તત્ત્વમીમાંસા'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org