________________
પાંચ ઇન્દ્રિયો અને મન છ સાથે ઉપરોક્ત અવગ્રહાદિ ચાર ભેદ જોડતાં કુલ ૨૪ ભેદ થયા.
અવગ્રહ ઃ ઇન્દ્રિય સાથે વિષય સંબંધ થતાં અવ્યક્ત બોધ થવો, જેમાં નામ અર્થ આદિની સ્પષ્ટતા ન હોય, વસ્તુનો અત્યંત અલ્પ આભાસ તે અવગ્રહ. જેમ કે અંધારામાં કોઈ વસ્તુનો સ્પર્શ થાય પણ તેનું જ્ઞાન નથી થતું કે એ કઈ વસ્તુનો સ્પર્શ છે.
ઈહા : અવગ્રહમાં કંઈક ભાસ થયેલો તે વિષયની વિશેષ રૂપે વિચારણા થવી કે એ સ્પર્શ દોરડાનો છે કે સર્પનો છે ?
અપાય : ઈહમાં વિચારણા થયા બાદ નિર્ણય થવો કે આ સર્પ નથી પણ દોરડું છે.
ધારણા : વસ્તુનો નિર્ણય થયા પછી મન બીજા વિષયમાં ચાલ્યું જતાં નિર્ણય લુપ્ત થાય પણ તે સંસ્કાર રહી જાય, તેથી તે વસ્તુનું નિમિત્ત મળતાં તે વસ્તુનું સ્મરણ થઈ આવે.
ધારણાના ત્રણ ભેદ : અવિચ્યુક્તિ, વાસના, સ્મૃતિ.
અવિચ્યુતિ ઃ વિષયનો નિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિચ્યુતિ ધારણા.
વાસના : અવિચ્યુતિ ધારણા પછી તે વિષયના સંસ્કાર રહેવા તે વાસનારૂપ ધારણા
સ્મૃતિ ઃ તે સંસ્કારને નિમિત્ત મળતાં જાગ્રત થાય છે. તેથી પૂર્વાનુભૂત વસ્તુનું સ્મરણ થાય તે સ્મૃતિધારણા. बहु-बहुविध - क्षिप्र - निश्रितासंदिग्ध - ध्रुवाणां सेतराणाम् બહુ-બહુવિધ-ક્ષિપ્ર-નિશ્રિતાસંદિગ્ધ-ધ્રુવાણાં સેતરાણામ્ ૧-૧૬ બહુ-બહુવિધ-ક્ષિપ્ર-નિશ્રિત-અસંદિગ્ધ-ધ્રુવાણાં સેતરાણામ્૧-૧૬
૧-૧૬
(સેતર = પ્રતિપક્ષસહિત) બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન હોય છે.
Jain Education International
અધ્યાય : ૧ -
સૂત્ર : ૧૬ ૪ ૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org