________________
મતિજ્ઞાન: મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું જ્ઞાન છે. તે વર્તમાનવિષયક છે, મતિજ્ઞાનરૂપી ઉપયોગ વર્તમાનમાં વિષયને ગ્રહણ કરે છે.
સ્મૃતિ ઃ ભૂતકાળને ગ્રહણ કરે છે. ભૂતકાળમાં અનુભૂત વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન છે.
સંજ્ઞા : વસ્તુનો અનુભવ ભૂતકાળનો હોય પણ તે વસ્તુને વર્તમાનમાં જોતાં તે આ જ વસ્તુ છે તેવું જ્ઞાન તે સંજ્ઞા જ્ઞાન. તેને પ્રત્યભિજ્ઞાન પણ કહે છે.
ચિન્તા ઃ ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભાવિના વિકલ્પો કરવા. તે ચિત્તાજ્ઞાન છે.
અભિનિબોધ : આ શબ્દ સર્વસામાન્ય છે તે ઉપરના મતિ આદિ દરેક ભેદને લાગુ પડે છે.
જેમ ઘર કહેતા ઘરના તમામ ઓરડાને તે શબ્દ લાગુ પડે છે. પણ વ્યવહાર પ્રયોજન માટે વિશેષ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. સૂવાનો ઓરડો, બેઠકનો ઓરડો વગેરે. સર્વ પ્રકારના મતિજ્ઞાન માટે અભિનિબોધ શબ્દ છે, અને વિશેષ પ્રકારના મતિજ્ઞાન માટે મતિ આદિ શબ્દો છે.
મતિજ્ઞાનનું મૂળ લક્ષણ – સ્વરૂપ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् । ૧-૧૪ તદિક્રિયાનિક્રિયનિમિત્તનું ૧-૧૪
ત—ઈન્દ્રિય-અનિક્રિય-નિમિત્તમ્ ૧-૧૪ * - તે મતિજ્ઞાન ઇન્દ્રિયો અને મનની (અનન્દ્રિયની) સહાયથી ઉત્પન્ન થાય છે.
પાંચ ઇન્દ્રિયો : સ્પર્શ, રસ, ઘાણ (નાક), આંખ અને કાન, અનદ્રિય એટલ મન.
અધ્યાય : ૧ • સૂત્ર : ૧૪
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org