________________
અવધિજ્ઞાન, મન:પર્યવ, કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
નોંધ : આ કાળમાં આ ક્ષેત્રે મુખ્યત્વે મતિ અને શ્રુતજ્ઞાન પ્રવર્તે છે. જોકે અલ્પતાને કારણે એવું જણાય છે કે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા અમે જે જાણીએ છીએ તે સાચું જાણીએ છીએ. જેમકે લાલ કે લીલા રંગને તે રૂપે જાણીએ છીએ. ગળપણ અને ખટાશને તે રૂપે જાણીને વ્યવહાર સાચો કરીએ છીએ. છતાં તે જ્ઞાન પરોક્ષ છે.
હે ભાવ્યાત્મા ! આ ગ્રંથ અધ્યાત્મશિક્ષણનો છે. તેથી આત્માને લક્ષ્યમાં રાખીને વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવશે.
પ્રત્યક્ષ પ્રતિ = દ્વારા; અક્ષ = આત્મા; ઇન્દ્ર = આત્મા. જે જ્ઞાન આત્મા દ્વારા થાય તે પ્રત્યક્ષ કહેવાય. આથી આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મા દ્વારા થતાં પછીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે અને ઇન્દ્રિયો દ્વારા થતાં પ્રથમનાં બે જ્ઞાન પરોક્ષ છે.
છતાં જૈનદર્શનના ન્યાયગ્રંથોમાં મતિજ્ઞાનને સાંવ્યવહારિક (વ્યવહારમાં પ્રત્યક્ષ જણાતું) પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અને શ્રુત જ્ઞાન તો શબ્દ-અર્થ આધારિત હોવાથી પરોક્ષ પ્રમાણ છે.
ટૂંકમાં ઇન્દ્રિય ઉપર આધારિત જ્ઞાન પરાધીન છે તેથી પણ તે પરોક્ષ કહેવાય છે.
પછીના ત્રણે જ્ઞાન સ્વાધીન છે તેથી પ્રત્યક્ષ કહેવાય છે, જેમાં ઇન્દ્રિયોની સહાય નથી. ઇન્દ્રિયોની સહાય વડે બોધ થવો તે વાસ્તવમાં મૂળ જ્ઞાન પર આવરણ હોવાથી છે. તેથી તે જ્ઞાન ઇન્દ્રિયસાપેક્ષ પ્રત્યક્ષ હોવા છતાં પરોક્ષ છે.
૧-૧૩
मतिः-स्मृतिः - संज्ञा-चिन्ताभिनिबोध इत्यनर्थानन्तरम् મતિઃ-સ્મૃતિઃ-સંજ્ઞા-ચિન્હાભિનિબોધ ઇત્યનર્થાન્તરમ્ મતિઃ-સ્મૃતિઃ-સંજ્ઞા-ચિન્હા-અભિનિબોધ-ઇતિ અનર્થાન્તરમ્ ૧-૧૩
૧-૧૩
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ આ શબ્દો
પર્યાય – એકાર્થ વાચક છે.
A
Jain Education International
૨૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org