________________
WWWWWWWWWWWWWWWWWWWWWWW
જીવના જન્મના પ્રકારો અને કર્મ બંધના કારણો જાણવા મળે છે. જીવ, સંસારી મટી સિદ્ધ થઈ શકે છે. તે સંવર, નિર્જરા અને મોક્ષ તત્વથી સમજાય છે.
પૂજ્યપાદ આચાર્યશ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થ સૂત્ર ગ્રંથ અનેકવિધ શાસ્ત્રોનું દોહન છે. આચાર્યશ્રીની સૂત્ર શૈલી અદ્ભુત છે. નાના સરખા
શ્લોક-સૂત્રનું હાર્દ એટલું વિશદ છે કે તેના પર અધિકારી લેખક વિશાળ વિવચન કરી, તેમાંથી ગૂઢાર્થ તારવી શક્યા છે.
વળી આ ગ્રંથનો મહિમા પણ અદ્ભુત છે કે જેના પર અનેક વિદ્વજનોએ ટીકાઓની રચના કરી છે. જેમાં જૈન દર્શનના મૂળભુત સિદ્ધાંતોનું સમાધાન થાય છે.
આચાર્યશ્રીએ મોક્ષને જ મંગળરૂપ રાખીને કોઈ અન્ય સૂત્રનો મંગળ માટે આધાર ન લેતા મક્ષમાર્ગને મંગળરૂપે નિરૂપણ કરીને પ્રથમ અધ્યાયમાં દર્શાવ્યું છે કે :
સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. જેમાં છ દ્રવ્યોનું નિરૂપણ છે. કરણાનુયોગનો કર્મના સિદ્ધાંત વગેરેમાં સમાવેશ છે. ચરણાનુયોગને સાધુધર્મના સમિતિ, ગુમિ વગેરે આચારો દર્શાવીને અને શ્રાવકો માટે બાર વ્રતાદિ દર્શાવીને ત્રણે અનુયોગનું મહાન સંકલન કર્યું છે.
સામાન્ય જીવો માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ ગહન અને ગંભીર છે. ગુરુગમે જીવને તેનું બોધરૂપ પરિણમન સંભવિત છે.જે પરિણમન દ્રવ્યાનુયોગને ચિંતનરૂપે ગ્રહણ કરે છે. એ ચિંતનની સૂક્ષ્મતાથી ધર્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી યોગ્ય કાળાદિ પ્રાપ્ત થતાં જીવ સંયમ સહિત અધ્યાત્મ માર્ગે આગળ વધી શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. તેના મૂળમાં તત્વરૂપ દ્રવ્યાનુયોગનો અભ્યાસ છે.
અર્થાતુ આ ગ્રંથનો અભ્યાસ સાધક જીવો માટે પરંપરાએ મનન, ચિંતન અને નિદિધ્યાસન દ્વારા મોક્ષના હેતુભૂત છે. આવી ભાવનાના ઉલ્લાસને કારણે પ્રસ્તુત ગ્રંથનું સંકલન કરવાની ફુરણા થઈ તે દેવગુરુકૃપામૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org