________________
*
-
-
*
મારા
તમામ જાતના
ww
WADOMOMAANDAMANOoppen
નમ્ર નિવેદન પૂજ્યપાદ આચાર્યશ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થસૂત્ર આદરણિય ગ્રંથ છે. જૈન ધર્માવલંબી બધી જ આમ્નાયને જેમ પૂ. ઉમાસ્વાતિ આચાર્ય શ્રદ્ધેય છે, તેમ આ ગ્રંથ પણ માન્ય છે એમ ધારણા છે. આ ગ્રંથનું રહસ્ય એટલું વિશાળ છે કે તેના પર સંસ્કૃતમાં ઘણી ટીકાઓ લખાઈ છે. તેથી એમ જણાય છે કે તેઓની શાનદૃષ્ટિ વિશદ શુદ્ધ અને તટસ્થ હશે. લેખનનો કોઈ પ્રકાર એવો નથી જે અન્યોન્ય આમ્નાયમાં કંઈ ભેદ ઊભો કરે. આવી સૂત્રતા આજ સુધી જળવાઈ છે, તે દરેક આમ્નાય માટે પ્રશંસનીય છે.
વળી પ્રસ્તુત ગ્રંથનું વિવેચન અને સંપાદન ગુજરાતી ભાષામાં સરળ રીતે અનેક ગ્રંથોનું સંશોધન કરી, ભારે પરિશ્રમ ઉઠાવી અભ્યાસીઓના હિતાર્થે પૂ. પંડિત સુખલાલજીએ તત્વાર્થસૂત્ર સને સંવત ૨૦૩રમાં અને પૂ. મુનિશ્રી રાજશેખર વિજયજીએ તત્વાર્થાધિગમ સૂત્રની સને ૧૯૭૫માં રચના કરી અભ્યાસીઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
મારા ખ્યાલ પ્રમાણે આ બે ગ્રંથ સિવાય સરળતાથી સમજી શકાય તેવો ગુજરાતી ભાષામાં તત્વાર્થસૂત્ર ગ્રંથ ઉપલબ્ધ નથી કે જેમાં જૈનદર્શન માટે વિશદ દૃષ્ટિ પ્રાપ્ત થાય.
આવા ઉત્તમ ગ્રંથનું સંપાદન કરવાની પ્રેરણા થવાનું નિમિત્ત સત્સંગી બહેનો સાથે અભ્યાસ કરતા થયેલી અંતઃસ્કૂરણા છે. તેની સાથે પૂરાણી મૃતિ તાજી થઈ. લગભગ ૧૯૫૮માં આ ગ્રંથના અભ્યાસની ભાવના થઈ હતી. તે સમયે સ્વ. પૂ. પંડિતવર્ય સુખલાલજીના સાન્નિધ્યનો યોગ મળતો હતો. આથી તત્વાર્થસૂત્રની સળંગ વાચનાનો લાભ તેમની પાસેથી મળ્યો. ત્યાર પછી લગભગ ત્રીસેક વર્ષ બાદ પંડિત ધીરજલાલ મહેતાનો જ્યારે યોગ મળતો, ત્યારે તત્વાર્થાધિગમ સૂત્રના અભ્યાસનો અલ્પ લાભ મળ્યો હતો.
ખાસ કરીને એમ લાગ્યું કે જૈન દર્શનનું ઘણું હાર્દ આ ગ્રંથમાં ગર્ભિત થયેલું છે. અધ્યાયોમાં આવતા વિવિધ વિષયો દ્વારા સંસારયાત્રાની વિચિત્રતા,
wwwwwwwwwwwwwwww
PWWOWOWOWOWOWww
અને અનામત
નાના કારતકળા
નાતક
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org