________________
અને
કામ કરનારા
ખાસ કરીને આ ગ્રંથ રચનાએ તો માત્ર સંકલન છે. તેમાં સ્વતંત્રપણે કશું જ લખ્યું નથી. આ ગ્રંથના અભ્યાસ દ્વારા જે ચિંતનમાંઆવ્યું, તેને દરેકઅધ્યાય પાછળ તત્વદોહન તરીકે આલેખ્યું છે. તે સ્વતંત્ર લેખન છતાં પણ તે તાત્વિક શાસ્ત્રોના અભ્યાસમાંથી મળેલો બોધનો સારસંચય છે.
પંડિત શ્રી સુખલાલજી રચિત તત્વાર્થસૂત્ર હાલ ઉપલબ્ધ નથી. પૂ. મુનિશ્રી રાજશેખરનું તત્વાર્થાધિગમ સૂત્ર ઉપલબ્ધ હોય છે. છતાં ગ્રંથ લેખનની ભાવના અને સ્કૂરણા એ સ્વાધ્યાયરૂપ તપ હોવાથી સહેજે આ લેખન કર્યું છે. નવા અભ્યાસીઓ સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે તેમાં થોડા ફેરફાર કર્યા છે. ક્યાંક નોંધ મૂકી છે. ગુજરાતી લિપીમાં સરળતા રહે તે માટે દરેક સૂત્રની નીચે ગુજરાતી લીપીમાં સૂત્રની રચના કરી છે. ત્યાર પછી સંધિ છૂટી પાડી છે.
સળંગ સૂત્રની રચના અધ્યાયના પ્રારંભમાં કરી છે. જેથી અભ્યાસીઓને કંઠસ્થ કરવામાં સરળતા રહે. વળી અપરિચિત કે પારિભાષિક શબ્દોના અર્થ તે તે શબ્દની સાથે જ મૂકવાનો પ્રયાસ કર્યો છે જેથી અભ્યાસ વખતે વિશેષ સરળતા રહે.
અંતમાં ગ્રંથરચના સ્વના અભ્યાસ માટે કરવામાટે તથા અભ્યાસીઓ સરળતા અને ઉલ્લાસપૂર્વક અભ્યાસ કરે તે આશયથી કરી છે. અલ્પતાને કારણે તેમાં ક્ષતિઓ રહી જવા સંભવ છે. તે માટે વિદ્વજનોને વિનંતી કે તેઓ ઉદારતાપૂર્વક તેની સુધારણા કરે અને સૂચવે, વળી તે ક્ષતિ માટે ક્ષમાપનાનો સ્વીકાર કરે.
જોકે આ ગ્રંથલેખનને પંડિતવર્ય શ્રી ધીરજલાલે તપાસી આપ્યો છે. તેમનું યોગ્ય માર્ગદર્શન ઉપયોગી બન્યું છે. તેથી કંઈ નિશ્ચિતતા અનુભવું છું.
તમારા વરદહસ્તમાં આ ગ્રંથ આવે ત્યારે તેને આવકારશો. અભ્યાસ કરશો અને અન્યને પણ પ્રેરણા આપશો તેવી અપેક્ષા છે.
વિનીત સુનંદાબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org