________________
૨. ભાવ વ્યુત : આત્મામાં તેનું બોધરૂપ પરિણમન થવું.
જેમકે અહિંસા શબ્દ અને અર્થ સાંભળ્યો તે દ્રવ્ય કૃત અને અહિંસાનો બોધ પામી તે રૂપે બોધનું પરિણમન થવું તે ભાવ ઋત. સાધનામાં ભાવ શ્રુતની વિશેષતા જાણવી. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વગર થતું નથી. શબ્દ-અર્થને ગ્રહણ કરવા ઇન્દ્રિયો અને મન જોઈએ. મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વગર થઈ શકે.
જીવ સમ્યગદર્શન વગરનો હોઈ શકે છે, પણ જ્ઞાન વગરનો હોતો નથી. મતિ શ્રુતનો અંશ પણ તેનામાં હોય છે. પણ જ્યારે જીવમાં સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારે તે જ્ઞાન સમ્યગૂજ્ઞાન કહેવાય છે. તેમાં કદાચ કોઈ શંકા થાય તો પણ તે સત્યનો ગવેષક હોવાથી પ્રમાણજ્ઞાનને ગ્રહણ કરે છે. મિથ્યાજ્ઞાનવાળો જીવ પોતાના જ્ઞાનનો ઉપયોગ સાંસારિક પ્રયોજનમાં કરે છે, તેથી બુદ્ધિશાળી હોવા છતાં જ્ઞાની મનાતો નથી અને બુદ્ધિ મનોદ્રવ્યનો વિષય હોઈ ભવાંતરે સાથે જતી નથી. જ્ઞાન આત્માનું તત્ત્વ હોવાથી ભવાંતરે સાથે જવાની સંભાવના છે.
માટે સત્યનો ગવેષક બુદ્ધિની વૃદ્ધિ ન ઇચ્છે પણ જ્ઞાનની શુદ્ધિનો પુરુષાર્થી હોય છે, બુદ્ધિ એક પ્રકારે આત્માનું લક્ષણ ગણાવા છતાં મનોજન્ય છે. જ્યારે જ્ઞાન આત્માના ઉપયોગરૂપ લક્ષણ છે.
અવધિજ્ઞાન : અવધિ = મર્યાદા, મર્યાદિત જ્ઞાન.
મતિ અને શ્રુતજ્ઞાન કરતાં અવધિજ્ઞાન વિશેષ આત્મશક્તિ યુક્ત છે. તેમાં મન અને ઇન્દ્રિયોની અપેક્ષા વિના જ આત્મશક્તિરૂપ થતો બોધ છે. (અતીન્દ્રિયજ્ઞાન છે.)
રૂપી અને અરૂપી બે દ્રવ્યોમાંથી ફક્ત રૂપી દ્રવ્યોને મર્યાદિતપણે જાણી શકે તે અવધિજ્ઞાન.
જેમકે ધારો કે અવધિજ્ઞાની અમેરિકા ગયો નથી પણ આત્મશક્તિના ઉપયોગ દ્વારા તે ત્યાં રહેલા પદાર્થોને જાણી શકે. વિશેષ વિચારણા આગળ કરશું. ૪. મનઃ પર્યવજ્ઞાન : પર્યવ-વિચાર-માનસિક અવસ્થા. અઢી
૧૮ તત્ત્વમીમાંસા
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org