________________
અલ્પ બહુવઃ સંખ્યાની દૃષ્ટિએ અલ્પ-અધિક. ઔપશમિક સમ્યગુદર્શનવાળા જીવો અલ્પ. લાયોપથમિક સમ્યગુદર્શનવાળા અસંખ્યાત ગુણા, સાયિક સમ્યગ્રદર્શનવાળા અનંત ગુણા હોય છે, કારણ કે સિધ્ધો અનંતા છે, અને તે સર્વને ક્ષાયિક સમ્યકત્વ હોય છે.
તત્ત્વાર્થના અભ્યાસ સાથે આવા પ્રકારોને જાણવાથી તેનું વિશેષ ચિંતન થવામાં સહાયકં થાય છે. અને તેથી ચિત્ત એકાગ્ર થતાં ચિત્તશુદ્ધિ થાય છે, એવી ચિતશતિમાં સમ્યકત્વ નામનો ગુણ પ્રગટ થવાનું કારણ બને છે.
- શાનના પ્રકારો मति-श्रुतावधि-मनःपर्याय-केवलानि ज्ञानम् મતિ-ઋતાવધિ-મન પર્યાય-કેવલાનિ જ્ઞાનમ ૧-૯ મતિ-શ્રુત-અવધિ-મન-પર્યાય-કેવલાનિ જ્ઞાનમ્ ૧-૯
મતિ, ચુત, અવધિ, મનપર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે.
૧. મતિજ્ઞાન : જે તે ઇન્દ્રિયો તથા મનની સહાયથી થતો બોધ. ઈન્દ્રિયો વિષયને ગ્રહણ કરે છે, ત્યારે મનોવર્ગણાનું બનેલું મન તેમાં લક્ષ કરે છે. તે વખતે તે તે ઈન્દ્રિયોના પુદ્ગલો સાથે રહેલા ચૈતન્યયુક્ત ભાવમનને તેનો બોધ થાય છે, અર્થાત તે તે વિષયમાં જીવ સુખ કે દુઃખની, રાગ કે દ્વેષની લાગણી અનુભવે છે.
૨. શ્રુતજ્ઞાન : શ્રુતજ્ઞાન મતિજ્ઞાન સહિતનું હોય છે, પરંતુ શ્રુતજ્ઞાનમાં શબ્દ-અર્થ, ભાષાની વિશેષતા હોય છે. શ્રુતજ્ઞાન મન અને ઈન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના બોધ સહિત થાય છે. જેમકે જીદ્ધાથી શબ્દ બોલાય, શ્રવણેન્દ્રિયથી સંભળાય, આંખથી પુસ્તક વાંચી શકાય અને મનથી અર્થની વિચારણા થઈ શકે. શ્રુતજ્ઞાનના બે ભેદ છે : ૧. દ્રવ્ય શ્રત, ૨. ભાવ ઋત. ૧. દ્રવ્ય કૃત : વાચન-શ્રવણ કરવું તે દ્રવ્ય શ્રત છે.
| અધ્યાયઃ ૧ • સૂત્ર: ૯૪ ૧૭
..
..
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org