________________
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
તો તે અવસ્થાનું પરિવર્તન થયું, પણ આત્મા એ જ હોય. તે પ્રમાણે પુદ્ગલમાં પરિવર્તન થાય પણ પરમાણુની વિદ્યમાનતા હોય. સમ્યક્ત ગુણ સત્તાપણે સર્વજીવમાં હોય પણ તેની પ્રાપ્તિનો અધિકારી ભવ્ય જીવ છે. અભવ્ય જીવ સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ ?
ભાઈ ! આકડાનું દૂધ કે ઊંટડીનું દૂધ તે દૂધ છે. તેમાં ગમે તેટલું મેળવણ નાંખો છતાં તે દહીંરૂપે પરિણમતું નથી. તેવી યોગ્યતા તે દૂધમાં નથી, તેમ અભવ્ય જીવમાં સમ્યકત્વરૂપ પરિણામ થવાની યોગ્યતા નથી.
૨. સંખ્યા = ગણત્રી : તે તે પદાર્થોની કે તે તે ગુણો ધરાવતા માલિકની સંખ્યા. જેમકે સિદ્ધત્વ ગુણ ધરાવનારની સંખ્યા અનંત છે. અને સમ્યગદર્શનગુણ ધરાવનાર જીવો વર્તમાનમાં અસંખ્યાતા છે, ત્રણે કાળની અપેક્ષાએ અનંત છે.
૩. ક્ષેત્ર : સમ્યગ્રદર્શન ધરાવનાર એક જીવનું – અન્ય સર્વ જીવોનું તથા અન્ય પદાર્થોનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ છે. તે વર્તમાન કાળને આશ્રયીને છે.
૪. સ્પર્શનાઃ સમ્યગુદર્શનવાળો જીવ જઘન્યથી લોકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. ઉત્કૃષ્ટથી એક કે અનેક જીવોની અપેક્ષાએ ચૌદ રાજ પ્રમાણ લોકના કંઈક ન્યૂન ભાગને સ્પર્શે છે. કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લોકની સ્પર્શન કરે છે. સ્પર્શના ત્રણે કાળને આશ્રયીને છે.
૫. કાળ : સમ્યગુદર્શનનો કાળ અનેક જીવોની અપેક્ષાએ ત્રિકાળ વિદ્યમાન છે. એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી ૬૦ સાગરોપમ સાધિક કાળ રહે. એક જીવની અપેક્ષાએ ક્ષયોપશમ સમ્યક્ત્વ સાદિ સાંત છે. ક્ષાયિક સમ્યકત્વ સાદિ અનંત છે.
૬. વિરહકાળઃ સમ્યકત્વથી મૂત થયા પછી શીઘતાએ પ્રાપ્ત કરે તો અંતમુહૂર્તમાં પ્રાપ્ત કરે. અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત પછી અવશ્ય પ્રાપ્ત કરે છે.
૭. ભાવ ઃ સમ્યગદર્શનના મુખ્યત્વે ત્રણ ભાવો છે. ક્ષાયિક ભાવ, ઔપથમિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ.
૧૬ જ તત્ત્વમીમાંસા
AARAANAAAAAAAAAA
ર૦૦રન બનાવવાના
કામ કરવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org