________________
WWWWWWWWWWWWWWWWWWW
૩. દ્રવ્ય નિક્ષેપ : કોઈપણ વસ્તુની ભૂતકાલીન કે ભવિષ્યકાલીન અવસ્થા. જેમકે સોનાની બંગડી થવી તે ભવિષ્યની અવસ્થા છે અને સોનાની લગડી તે બંગડીની ભૂતકાળની અવસ્થા છે. લગડી અને બંગડી તે સોનાનું જ સ્વરૂપ છે તે દ્રવ્યરૂપ છે. લગડી તે દ્રવ્યબંગડી છે અને બંગડી તે દ્રવ્યલગડી છે.
૪. ભાવનિક્ષેપઃ વસ્તુની વર્તમાન અવસ્થા. સોનાની તૈયાર થયેલી આકૃતિ, અવસ્થા તે ભાવરૂપ છે. દ્રવ્ય અને ભાવ વસ્તુસાપેક્ષ છે. એકવાર જે વસ્તુ દ્રવ્યરૂપ છે તેની અવસ્થા બદલાતાં તે ભાવરૂપ બને
wwwwwwwwwww
s
ભગવાન મહાવીર, નામ નિક્ષેપ. પ્રતિમા–સ્થાપના નિક્ષેપ. દીક્ષા વગેરે અવસ્થા, દ્રવ્યનિક્ષેપ, તિર્થંકરપણું, તે ભાવનિક્ષેપ.
प्रमाणनयैरधिगमः ૧-૬ પ્રમાણનરધિગમઃ ૧-૬
પ્રમાણ-ન-અધિગમઃ ૧-૬ પ્રમાણો અને નયોથી તત્ત્વોનો બોધ થાય છે. કોઈપણ પદાર્થનો બોધ પ્રમાણ અને નય દ્વારા થાય છે. તેથી પ્રમાણ અને નય બને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુનો નિર્ણાયાત્મક બોધ થાય તે જ્ઞાન. પ્રમાણ અને નય બંને જ્ઞાનસ્વરૂપ હોવા છતાં બંનેમાં ભેદ છે.
પ્રમાણઃ જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય. શુદ્ધ-અશુદ્ધ વગેરે અનેક ગુણો, લક્ષણો કે ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય. પ્રમાણજ્ઞાન વસ્તુનો પૂર્ણ બોધ કરાવે.
નય : જેનાથી વસ્તુમાં રહેલા નિત્ય જેવા કોઈ એક ગુણ કે ધર્મનો નિર્ણાત્મક બોધ થાય. નયજ્ઞાન વસ્તુનું આંશિક-અપૂર્ણ જ્ઞાન કરાવે. નય પ્રમાણનો અંશ છે.
તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે તે સામાન્યપણે જાણવું.
અધ્યાય : ૧ • સૂત્ર : ૬ ૪ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org