________________
ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્રપ્રત્યેક-બુદ્ધ-બોધિત-જ્ઞાનાવગાહનાડાર
સંખ્યાડલ્પબહુવતઃ સાધ્યાઃ ૧૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્રપ્રત્યેક-બુદ્ધ-બોધિત-જ્ઞાન-અવગાહના
અત્તર-સંખ્યા-અલ્પબહુવતઃ સાધ્યાઃ ૧૦-૭ ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પબદુત્વ, એ બાર તારોથી સિદ્ધ જીવોની વિશેષ વિચારણા કરવી જોઈએ.
જોકે સિદ્ધ થયેલ સમગ્ર જીવોમાં ગતિ આદિ સાંસારિક ભાવો ન હોવાથી કોઈ ભેદ નથી. છતાં ભૂતકાળ અને વર્તમાનની દૃષ્ટિને યથાસંભવ લાગુ પાડીને વિચારણા કરવામાં આવી છે.
(૧) ક્ષેત્ર : કયા કયા ક્ષેત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં (લોકાન્ત) સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિએ વિચારણા થઈ શકે છે. (૧) જન્મથી – પંદર કર્મભૂમિમાં જન્મેલા જીવો સિદ્ધ થાય છે. (૨) સંકરણથી અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. સંહરણ એટલે જીવને એક સ્થાનથી લઈ બીજા સ્થાને મૂકવો. દેશવિરતિ અને પ્રમત્ત સંયતનું સંહરણ થાય છે. કોઈના મતે અવિરત સમ્યગૃષ્ટિનું પણ સંહરણ થાય છે સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિ સંયત, પુલાક, ચૌદપૂર્વધર, આહારક શરીરી અને અપ્રમત્ત સંયત એ સાતનું સંકરણ થતું જ નથી.
(૨) કાળ: કયા કાળે સિદ્ધ થાય એની વિચારણા. વર્તમાનકાળની દૃષ્ટિએ અકાળે સિદ્ધ થાય છે. કારણ કે વર્તમાનકાળની દૃષ્ટિએ જીવ
અધ્યાય : ૧૦ • સૂત્ર : ૭ : ૩૭૫
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org