________________
પડ સુકાઈ જતાં તે ફાટી જાય છે, ત્યારે તેમાંથી બીજ બહાર નીકળે છે, તેમ કર્મના ફળ પાકી જતાં, વિષયો-કષાયો સુકાઈ જતાં કર્મનું બંધ તૂટી જાય છે ત્યારે જીવ ઊર્ધ્વગતિ કરે છે.
જવાબ ૩ : સર્વ કર્મનો ક્ષય થતાં યોગનો અભાવ થાય છે. યોગના નિરોધની પહેલાં યોગ-પ્રયોગના સંસ્કારો રહેલા હોવાથી તેની સહાય વડે આત્મ ઊર્ધ્વગતિ કરે છે. અર્થાત્ જીવનો સંસ્કાર ઉર્ધ્વ ગતિનો હોવાથી જીવ કર્મરહિત થતાં ઊર્ધ્વગતિ કરે છે અને લોકાગ્રે જઈને અટકે છે. કારણ કે તેનાથી આગળ અલોકાકાશમાં ધર્માસ્તિકાય આદિ સહાયક તત્ત્વો નથી.
પૂર્વપ્રયોગ : કુંભાર ચાકને ઘુમાવ્યા પછી છોડી દે છે, છતાં તે ચાક પૂર્વના વેગથી ફરે છે, તેમ જીવ પણ સંસાર અવસ્થામાં મોક્ષપ્રાપ્તિ માટે સાધક અવસ્થામાં વારંવાર અભ્યાસ અને પુરુષાર્થ કરતો હોય છે, તે અભ્યાસ સિદ્ધ અવસ્થામાં હોતો નથી પણ પહેલાના અભ્યાસને કારણે જીવને આખરે ઊર્ધ્વગમન થાય છે.
અસંગતા ઃ તૂંબડું જ્યાં સુધી લેપના સંગવાળું છે ત્યાં સુધી પાણીમાં ડૂબેલું રહે છે. પરંતુ પાણીમાં પલળવાને કારણે લેપ નીકળી જાય છે, ત્યારે તે લેપના સંગ રહિત સ્વયં જળની સપાટી પર આવે છે. તેમ જીવકર્મનો સંગ છૂટી જતાં અસંગ થઈને ઊર્ધ્વગમન કરે છે.
બંધ છેદ : જેમ એરંડાના વૃક્ષનું સૂકું બી છટકે છે ત્યારે ઉપરના પડનું બંધન છૂટી જવાથી તેનું દળ ઉપર આવે છે. તે જીવની મુક્તિને યોગ્ય દશા થતાં કર્મબંધનો છેદ થઈ જાય છે. તેથી જીવ ઊર્ધ્વગમન કરે છે.
ઊર્ધ્વગમન સ્વભાવ : જેમ અગ્નિની જ્યોતનો સ્વભાવ ઊર્ધ્વગતિ છે, જલતી દિવેટને નમેલી રાખો તો પણ તેની જ્યોત ઉપરની દિશામાં રહે છે તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગમનનો છે.
ક્ષેત્ર-વાન-પતિ-તિક-તીર્થ-ચારિત્ર
प्रत्येक-बुद्ध-बोधित ज्ञानाऽवगाहनाऽन्तर
Jain Education International
सङ्ख्याऽल्पबहुत्वतः साध्याः
૩૭૪ ૨૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
૧૦-૭
www.jainelibrary.org