________________
..
.
.
..
..
..
એ ચાર હેતુઓથી આત્મા સર્વકર્મ ક્ષય થતાં ઊર્ધ્વગતિનું
કરે છે. સર્વકર્મ ક્ષય થતાં આત્માની ઊર્ધ્વગતિનું કારણ :
સર્વકર્મોનો ક્ષય થતાં જીવ તરત જ ઊર્ધ્વગતિ કરે છે તેમાં ત્રણ પ્રશ્ન થાય છે.
૧. સર્વ કર્મોનો ક્ષય થતાં જીવની ઊર્ધ્વગતિ જ કેમ થાય છે, તિર્થી (વાંકી) અધો (નીચે) કેમ થતી નથી ?
૨. સંસારી જીવની ગતિ ઊર્ધ્વ, અધો અને તિર્થી ત્રણ પ્રકારે કેમ થાય છે ?
૩. આત્માની પૌદ્ગલિક કે યોગની સહાય વગર ગતિ કેવી રીતે થાય ?
જવાબ : ૧. તથાગતિપરિણામાદ્
જીવ અને પુદ્ગલનો ગતિશીલ સ્વભાવ છે. જોકે જીવની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વગમન છે, પરંતુ કર્મ જેવા પ્રતિબંધક સંયોગને કારણે જીવ તિર્થી કે અધોગતિ કરે છે ખરો. પરંતુ કર્મનો સંયોગ છૂટી જતાં જીવ સ્વાભાવિક રીતે ઊર્ધ્વગમન કરે છે, તે પૂર્વપ્રયોગના નિમિત્તથી થાય છે.
જેમ માટીના લેપવાળું તુંબડું જળમાં તળિયે જઈને રહે છે, પણ માટીનો લેપ ધોવાઈ જતાં તે તૂબડું સ્વભાવથી જ ઉપર આવી જાય છે. તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગતિનો છે, પરંતુ કર્મના સંયોગે તિછ કે અધોગતિ કરે છે પણ કર્મનો સંયોગ છૂટી જતાં જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિ જ કરે છે. તે ઊર્ધ્વગતિ લોકના અંત સુધી છે. પુદ્ગલનો સ્વભાવ ઊર્ધ્વ, અધો અને તિર્થી એમ ત્રણે ગતિનો છે. જેમ દીપકનો સ્વભાવ ઊર્ધ્વ છે. પવનનો પ્રાયે તિછ ગતિનો છે, પથ્થર જેવા ભારે પદાર્થનો અધોગતિનો છે.
જવાબ ૨ : આત્માને કર્મનો સંગ હોવાથી કર્મ પ્રમાણે ગતિ કરવી પડે છે. એરંડાનું બીજ ફળમાં બંધાઈ રહે છે પણ એરંડાનું ફળ પાકવાથી
-- અધ્યાયઃ ૧૦ • સૂત્રઃ # ૩૭૩
wwwww
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org