________________
-
-
-
-
-
-
-
- -
-
-
-
સિધ્ધ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. ત્યાં કાળ નથી. ભૂતકાળને આશ્રયીને પૂર્વ મુજબ જન્મ અને સંહરણ એ બે દૃષ્ટિએ વિચારણા થઈ શકે છે. જન્મથી અવસર્પિણી, ઉત્સર્પિણી અને અવસર્પિણી-ઉત્સર્પિણી રહિત એ ત્રણેય કાળમાં જન્મેલા સિદ્ધ થઈ શકે છે. આ સામાન્યથી વિચાર થયો. વિશેષ વિચાર કરતાં અવસર્પિણીમાં ત્રીજા આરાના સંખ્યાતા વર્ષો બાકી હોય ત્યારે અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. એટલે પહેલા અને બીજા આરામાં, ત્રીજા આરાના અંતિમ સંખ્યાતા વર્ષ સિવાયના કાળમાં તથા પાંચમા અને છઠ્ઠા આરામાં જન્મેલા જીવો સિદ્ધ થતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ થઈ શકે છે, પણ પાંચમા આરામાં જન્મેલા પાંચમા આરામાં સિદ્ધ ન જ થઈ શકે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે.* સંહરણથી સર્વકાળમાં સિદ્ધ થાય છે.
(૩) ગતિ : કઈ ગતિમાંથી સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ સિદ્ધિ ગતિમાં સિદ્ધ થાય. ભૂતકાળને આશ્રયીને અનંતર ગતિ અને પરંપર ગતિ એમ બે રીતે વિચાર થઈ શકે છે. અનંતર ગતિની દૃષ્ટિએ મનુષ્યગતિમાંથી જ સિદ્ધ થાય છે. પરંપર ગતિએ ચારેય ગતિમાંથી સિદ્ધ થાય છે. અર્થાતુ નરકાદિ ગમે તે ગતિમાંથી મનુષ્યગતિમાં આવીને સિદ્ધ થઈ શકે છે.
(૪) લિંગ પુરુષ આદિ ક્યા ક્યા લિંગે સિદ્ધ થાય તેની વિચારણા. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ લિંગ રહિત જીવ સિદ્ધ થાય છે. ભૂતકાળને આશ્રયીને અનંતર લિંગ અને પરંપર લિંગ એમ બે રીતે વિચારણા થઈ શકે છે, આ બંને પ્રકારના લિંગની દૃષ્ટિએ ત્રણે લિંગથી સિદ્ધ થાય છે. અર્થાત પૂર્વભવમાં
* અવસર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે
અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થંકર નિર્વાણ પામે છે. ઉત્સર્પિણીમાં ત્રીજા અને ચોથા આરાના ૮૯ પખવાડિયાં વ્યતીત થાય ત્યારે અનુક્રમે પહેલા અને છેલ્લા તીર્થકર જન્મે છે.
૩૭૬ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org