________________
औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्व-ज्ञान-दर्शन- सिद्धत्वेभ्यः ઔપમિકાદિ-ભવ્યત્વાભાવાચ્યાન્યત્ર કેવલસમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-સિધ્ધત્વેભ્યઃ
ઔપશમિક આદિ ભવ્ય અભાવાચ્ય અન્યત્ર કેવલ સમ્યક્ત્વ જ્ઞાન-દર્શન સિધ્ધત્વેભ્યઃ ૧૦-૪
૧૦-૪
કેવળ (ક્ષાયિક) સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ વિના ઔપશમિક આદિ ભાવોના તથા ભાવત્વના અભાવથી મોક્ષ થાય છે.
૧૦-૪
પાંચ ભાવોમાંથી કયા ભાવોનો અભાવ મોક્ષ થતાં હોય છે તે જણાવે છે.
પૌદ્ગલિક કર્મોનો આત્યંતિક નાશ થતાં તે કર્મો સાથે જે સાપેક્ષ ભાવો હતા તેનો પણ નાશ મોક્ષપ્રાપ્તિ પહેલાં હોય છે. કારણ કે મોક્ષ શુદ્ધ સ્વભાવ છે. મોક્ષપ્રાપ્તિ સમયે જે ભાવોનો નાશ થાય છે તે ચાર પ્રકારે છે.
૧. ઔપમિક ૨. ક્ષાયોપશમિક ૩. ઔદયિક ૪. પારિણામિક, મોક્ષની પ્રાપ્તિ થતાં પ્રથમના ત્રણ ભાવોનો સર્વથા અભાવ થાય છે. કારણ કે તે ત્રણ ભાવો કર્મજન્ય છે. પરંતુ પારિણામિક ભાવમાં એકાંતે એમ નથી કારણ કે પારિણામિક ભાવના જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એવા જે ભેદો છે, તેમાં મોક્ષની પાત્રતાવાળા જીવને જે ભવ્યત્વભાવ હોય છે તેનો અહીં અભાવ છે પણ જીવત્વ અને અસ્તિત્વ જેવા પારિણામિક ભાવો મોક્ષની અવસ્થામાં પણ હોય છે.
Jain Education International
ક્ષાયિક ભાવનો અભાવ થતો નથી કેમકે ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ એ ક્ષાયિક ભાવો છે. જોકે સિદ્ધત્વના અર્થમાં એ બધા ભાવોનો સમાવેશ કરી લેવાનો હોવાથી એ ભાવોનો પણ
૩૭૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org