________________
----------------------------
--
--
-
wwwwwwwwwwwwwwwwwwwwww
મોહનીય આદિ કર્મોનો નાશ થાય છે.
કર્મ એ જીવનો સ્વભાવ નથી તેનો સંબંધ સાંયોગિક છે. બંધાયેલું કર્મ તો ક્યારેક નાશ પામે છે. પરંતુ પુનઃ તેવું કર્મ બંધાય કે તે જાતનું કોઈ કર્મ શેષ રહે, ત્યાં સુધી આત્યંતિક ક્ષય થયો મનાતો નથી.
આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય અને નવાં કર્મોને બંધાવાની યોગ્યતાનો અભાવ. આત્યંતિક કર્મનો ક્ષય થાય ત્યારે મોક્ષની સ્થિતિ સંભવે છે.
કર્મના આત્યંતિક ક્ષયનાં કારણો બે છે. મિથ્યાત્વાદિ બંધ હેતુઓનો અભાવ, સંવરનું નિર્જરાનું સેવન.
મિથ્યાત્વાદિ પાંચ હેતુઓના અભાવથી આશ્રવરૂપી બંધ અટકે છે. અને નિર્જરાથી બંધાયેલાં કર્મોનો ક્ષય થાય છે.
સંવર નિર્જરાના શુદ્ધ આત્મ પરિણામથી પ્રથમ ચાર ઘાતકર્મો નાશ પામે છે. પછી આયુ પૂર્ણ થતાં ચાર અઘાતી કર્મો નાશ પામે છે.
મોક્ષની વ્યાખ્યા નવસાયો મોક્ષ: ૧૦-૩ કમ્નકર્મક્ષયો મોક્ષઃ ૧૦-૩
કૃમ્ન-કર્મ-ક્ષયઃ મોક્ષઃ ૧૦-૩
સર્વ કર્મોનો સર્વથા ક્ષય તે મોક્ષ છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય થવો તે મોક્ષ છે, આત્મા શુદ્ધસ્વરૂપે પ્રગટે છે.
મોહનીય આદિ ચાર ઘાતી કર્મોનો આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે. પરંતુ ત્યારે વેદનીયાદિ ચાર અઘાતી કર્મો શેષ રહે છે. તે કર્મોનો પણ સંપૂર્ણ ક્ષય થતાં જન્મમરણના ફેરા ટળે છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે તે જ મોક્ષ છે. કર્મરૂપી બીજ બળી જવાથી હવે જન્મમરણરૂપી સંસારનું ફળ પણ નાશ પામે છે. અને જીવ મોક્ષરૂપી શાશ્વત સુખને પામે છે. - આ અધ્યાય : ૧૦ • સૂત્ર : ૩ ૪ ૩૯
નાના
નાના આજના જમાના
wwwા
-
-
-
-
-
- - -
-
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org