________________
અજય
અધ્યાય દશમો.
કેવલ્યની ઉત્પત્તિના હેતુઓ मोहक्षयाद् ज्ञान-दर्शनावरणाऽन्तरायक्षयाच केवलम् ૧૦-૧ મોહક્ષયા જ્ઞાન-દર્શનાવરણાન્તરાયલયા કેવલમ્ ૧૦-૧ મોહhયાદ્ જ્ઞાન-દર્શન-આવરણ-અન્તરાય-ક્ષયાત ચ કેવલમ્ ૧૦-૧
મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટે છે.
મોક્ષ પ્રાપ્ત થતાં પહેલાં કેવળ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વરૂપ ઉપયોગની ઉત્પત્તિ જૈનશાસ્ત્ર પ્રણિત કરેલી છે. તેથી મોક્ષનું સ્વરૂપ દર્શાવતા પહેલાં કેવલ ઉપયોગ કયાં કારણોથી પ્રગટે છે તે જણાવે છે. પ્રતિબંધક એવાં મોહાદિ કર્મોના નાશ થવાથી ચેતના સહજ નિરાવરણ બને છે ત્યારે ક્વલજ્ઞાનનો ઉપયોગ પ્રગટે છે. એ પ્રતિબંધક કર્મો ચાર છે, એ ઘાતી કર્મો કહેવાય છે.
જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવાથી ગણત્રીમાં તે પ્રથમ છે. પણ બળવાન કર્મ મોહ હોવાથી તે ક્ષીણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ જ્ઞાનાવરણ,. દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મો ક્ષય થાય છે. તેથી “મોહ લયા થી સૂત્રનો પ્રારંભ થાય છે.
કેવળ ઉપયોગ બે પ્રકારે છે. સામાન્ય અને વિશેષ. સામાન્ય તે કેવળદર્શન – સર્વદર્શિત્વ અને વિશેષ તે કેવળજ્ઞાન – સર્વજ્ઞત્વ.
મોહનીય આદિ કર્મોના ક્ષયનો હેતુ बन्धहेत्वभाव-निर्जराभ्याम्
૧૦-૨ બન્ધત્વભાવ-નિર્જરાભ્યામુ ૧૦-૨ બન્ધહેતુ-અભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ બંધ હેતુના અભાવથી અર્થાતુ સંવર અને નિર્જરાથી
૩૬૮ જ તત્ત્વમીમાંસા
wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org