________________
રોકે છે. તે પ્રમાણે તપાદિ બાહ્ય ઉપાય છે, તેના નિમિત્તે થયેલાં શુદ્ધ પરિણામ કર્મોનો નાશ કરે છે.
અધ્યાત્મજીવનનો વિકાસ ગુણસ્થાવકની શ્રેણીથી દર્શાવ્યો છે, તે વાસ્તવમાં આત્માનાં પરિણામોની ઉત્તરોત્તર શુદ્ધ અવસ્થા છે. એ ક્રમનું હોવું ભલે તરતમતાવાળું હોય, છતાં પરિણામની શુદ્ધિનો એ ક્રમ કૈવલ્યપ્રાપ્તિ સુધી સહજપણે હોય છે.
નવમા અધ્યાયમાં દેશવ્રત અને મહાવ્રતનો સંવર-નિર્જરાની ઉપાસનામાં સમાવેશ કર્યો નથી. અર્થાત્ સંવર-નિર્જરા એ વ્રતો કરતાં થોડી વધુ વિકાસની ભૂમિકા છે. દેશવ્રત કે મહાવ્રતોના અભ્યાસ દ્વારા જીવ સંયમમાં આવે છે. સમિતિ-ગુપ્તિ એ જીવના પરિણામને વિશેષ નિર્મળ બનાવે છે, તપ દ્વારા જીવની બાહ્ય અને અંતરંગ શુદ્ધિ થાય છે.
દેશવ્રત અને મહાવ્રત સાધકના ઉચ્ચ નિમિત્તો છતાં અપેક્ષાએ એ સાધનામાં પરલક્ષની મુખ્યતા અને સ્વલક્ષની ગૌણતા જણાય છે. અહિંસા પાળવામાં પરની દયાની વિશેષતા છે. જોકે રાગાદિ ભાવને ભાવ હિંસા ગણી છે. છતાં છકાય આદિ જીવોની રક્ષા મુખ્ય છે તેમ અન્ય વ્રતમાં પણ પરપદાર્થોના નિમિત્ત સાથે એ સાધના હોય છે, જેમકે બાહ્ય પરિગ્રહ એ પરપદાર્થો છે તેની મૂર્છા ઘટે તે પરિમાણ વ્રત છે. અત્યંતર ત્યાગ એ સ્વલક્ષી છે. તે પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન બાહ્યપણે સ્ત્રી-ભોગના ત્યાગ સાથે છે અને આંતરિકપણે આત્મભાવે રમણતા છે. એમ પર અને સ્વને અનુલક્ષીને સાધના છે.
જોકે સમિતિ ગુપ્તિ કે પરિષહો દરેકમાં બાહ્યમાં કંઈ નિમિત્તો હોય છે. છતાં તે સંવર-નિર્જરાની સાધનામાં અંતરલક્ષ્યની વિશેષતા છે. અને તેથી જ તે ભાવની ઉપસ્થિતિમાં કર્મો અટકે છે, નાશ પામે છે. અર્થાત્ વ્રતો એ પાયો છે, તેમાંથી જીવને ધર્મભાવનાની વિશેષ રુચિ ટકે છે, સંવર નિર્જરા એ ઇમારત છે અને મોક્ષ એ સુખ છે. જેની વિચારણા દશમા અધ્યાયમાં કહેવામાં આવશે.
Jain Education International
અધ્યાય : ૯ • તત્ત્વદોહન જે ૩૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org