________________
----
-
---
---
-
- નાના
શ્રદ્ધાની રુચિ જાગ્રત થાય છે, ત્યારે શુભભાવ પણ છૂટી જઈને જીવ સંવરરૂપી શુદ્ધધર્મમાં પ્રવેશ કરે છે. જેમ જેમ ગુણસ્થાનકમાં આગળ વધે છે તેમ સંવર પરિણામ પણ વૃદ્ધિ પામે છે.
સંવર નિર્જરા પક્ષીની પાંખ જેવા છે. બંને સાથે કાર્ય કરે છે. કેમકે જ્યારે નવા કર્મનું આવવું અટકે છે, ત્યારે ગ્રહણ કરેલા પૂર્વ કર્મો નાશ પામે છે. આત્માના શુદ્ધ ઉપયોગની આવી વિશદતા છે. પ્રજ્ઞાછીણીની જેમ બંને તરફ કાર્ય થાય છે.
જે યોગો આમ્રવનું કારણ હતા તે યોગો ઉપયોગની શુદ્ધિને કારણે સાધનામાં સહાયક બને છે. સમિતિ-ગુક્તિ દ્વારા યોગોની ક્રિયા સમ્યગુ બને છે. તેમાં તપના નિમિત્તે ઇચ્છા-આસક્તિનો અભાવ થતાં સાઘકમાં આત્માનો શુદ્ધ ઉપયોગ વૃદ્ધિ પામે છે. આથી આત્મપ્રદેશો પર સત્તા જમાવીને બેઠેલાં જૂનાં કર્મો પ્રથમ તો શિથિલ થઈને રહે છે, અને પછી સ્વયં આત્મપ્રદેશથી છૂટા થઈ જાય છે.
આવા સંવર નિર્જરા ધર્મરૂપ પરિણામના અધિકારી મુનિઓ છે. છતાં તેના અંશો સમ્યગુદર્શન સાથે પ્રગટ થાય છે.
જેટલો પરભાવ તેટલો સંસાર અને જેટલો સ્વભાવ તેટલો સંવર. જેટલો રાગસરાગ તેટલો સંસાર અને જેટલો વીતરાગભાવ તેટલો સંવર.
સમ્યગુદર્શન-જ્ઞાનની હાજરીમાં સંવર છે. અને મિથ્યાદર્શન-જ્ઞાનની હાજરીમાં સંસાર છે.
જીવની સ્વરૂપને વિષે નિજબુદ્ધિ થાય છે, તેટલો સંવર છે. અને પરને વિષે નિજબુદ્ધિ થાય છે તે સંસાર છે.
સમ્યગુદૃષ્ટિ જીવોને જ્યાં સુધી ભય છે, દેહાદિ સંબંધ છે, ત્યાં સુધી કર્મબંધ છે. પરંતુ તે રાગ ભાવથી છે. સમ્યગુદર્શનાદિ ઉપયોગમાં વર્તતા જીવને તે સમયે બંધન નથી. જે વડે રાગ થાય તે વડે મુક્તિ ન થાય અને જેનાથી વિતરાગ ભાવ પ્રગટે તેનાથી સંસાર ન વધે.
યોગોની ગુપ્તિ કે સમ્યગુ પ્રકારે પ્રવૃત્તિરૂપ સમિતિ એ બાહ્ય ઉપાય છે, પરંતુ તે સમયે જીવના પરિણામની શુદ્ધિ થવાથી તે કર્મોને આવતા
૩૬૬ ૪ તત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org