________________
અભાવ નિશ્ચયથી થઈ જાય છે. ક્ષાયિક સમ્યક્ત્વ અપેક્ષાએ કર્મસાપેક્ષ હોવા છતાં તેમાં કર્મોનો અભાવ હોવાથી તેનો કેવળ અભાવ અહીં . માનવામાં આવ્યો નથી.
સર્વે કર્મોનો ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમન तदनन्तरमूर्ध्वं गच्छत्यालोकान्तात् તદનન્તરમૂધ્રુવં ગચ્છત્યાલોકાત્તાત્ તદનન્તર ઊર્ધ્વ ગતિ-આલોકાન્તાત્
સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે.
૧૦-૫
૧૦-૫
૧૦-૫
આત્મા જ્યારે સર્વ કર્મોથી રહિત થાય છે તે સમય ત્રણ પ્રકાર એ જ સમયે બને છે.
(૧) દેહનો આત્યંતિક વિયોગ
(૨) ઊર્ધ્વગમન પ્રતિ ગતિ
(૩) લોકાગ્રે સ્થિતિ.
૧. દેહનો આત્યંતિક વિયોગ : સર્વ-કર્મનો ક્ષય થતાં જીવને દેહનો સંબંધ છૂટી જાય છે અને નવો જન્મ ધારણ થતો નથી તેથી દેહનો આત્યંતિક વિયોગ કહ્યો છે.
૨. ઊર્ધ્વગમન પ્રતિ ગતિ : દેહનો આત્યંતિક વિયોગ થતાં અને અન્ય કોઈ કર્મનો યોગ ન હોવાથી જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગમન કરે છે.
૩, લોકાગ્રે સ્થિતિ : કર્મકલંક રહિત સિદ્ધોના જીવો ચારગતિના કોઈ સ્થાનમાં હોતા નથી. પરંતુ સિદ્ધોનું સ્થાન લોકાગ્રે છે. આમ કર્મક્ષય સાથે આ પ્રમાણે એક સાથે જ આ પરિસ્થિતિ નિર્માણ થાય છે.
લોકાગ્ર : લોકના ઉપરના ભાગમાં અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં ૩૩૩- ધનુષ જેટલા ભાગમાં સિદ્ધો વસે છે. દરેક સિદ્ધ
3.
અધ્યાય : ૧૦ • સૂત્ર : ૫ ૪ ૩૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org