________________
કાયયોગના વ્યાપારવાળાને, ચોથો ભેદ યોગ વ્યાપારરહિત જીવને હોય છે. અર્થાત્ ધ્યાનના પ્રથમ ભેદમાં ત્રણે યોગોનો વ્યાપાર હોય છે. બીજા ભેદમાં ગમે તે એક યોગનો અને ત્રીજામાં કેવળ કાયયોગનો વ્યાપાર હોય છે. ચોથામાં યોગવ્યાપારનો અભાવ હોય છે.
શુક્લધ્યાનના પ્રથમના બે ભેદોમાં વિશેષતા एकाश्रये सवितर्के पूर्वे
૯૪૩ એકાશ્રયે સવિતર્ક પૂર્વે
૯-૪૩ એક-આશ્રયે સવિતર્કે પૂર્વે ૯-૪૩
પૂર્વના બે ભેદો એકાશ્રય અને સવિતર્ક હોય છે. એકાશ્રય એટલે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક આલંબનસહિત. સવિતર્ક એટલે શ્રુતસહિત – પૂર્વગત શ્રુતના આધારવાળું. શુક્લધ્યાનના પ્રારંભના બે ભેદોમાં આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યનું આલંબન હોય છે, અર્થાતુ કોઈ એક દ્રવ્ય સંબંધી ધ્યાન કરવામાં આવે છે, તથા પૂર્વગત શ્રુતનો આધાર હોય છે. અર્થાત્ પૂર્વગત શ્રુતના આધારે ધ્યાન કરવામાં આવે છે.
પહેલા અને બીજા ભેદમાં તફાવત अविचारं द्वितीयं ९-४४ અવિચાર દ્વિતીયં ૯-૪૪
અવિચારે દ્વિતીયં ૯-૪૪ શુક્લ ધ્યાનનો બીજો ભેદ વિચારરહિત હોય છે. આથી પ્રથમ ભેદ વિચારસહિત હોય છે. એ અર્થપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય શબ્દ-અર્થ અને યોગોનું સંક્રમણ-પરિવર્તન વિચાર છે. એમ પૂર્વે કહેવાઈ ગયું છે.
પ્રથમ ભેદ એકાશ્રય-પૃથકત્વ-સવિતર્ક-સવિચાર છે. અને બીજો ભેદ એકાશ્રય-એકત્વ-સવિતર્ક-અવિચાર છે.
અધ્યાય : ૯• સૂત્રઃ ૪૩-૪૪ ૩૫૫
s
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org