________________
યોગના પરિવર્તનનો અભાવ હોય, તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ ધ્યાન વિચારરહિત હોવાથી પવન રહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્ણકંપ – સ્થિર હોય છે.
-
(૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી ઃ સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિયા અને અપ્રતિપાતી આ બે શબ્દો છે. સૂક્ષ્મક્રિયા એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ · અતિઅલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત, જેમાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ ક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારનાં પરિણામવિશેષનું પતન નથી, તે ધ્યાન સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી. પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે છે ત્યારે કેવળી યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોશ્વાસરૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે. યોગનિરોધ તેરમા ગુણઠાણાના અંતે (અંતિમ અંતર્મુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન પણ તેરમા ગુણઠાર્તાના અંતે હોય છે.
:
(૪) વ્યુપરતક્રિયાનિવૃત્તિ વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં વ્યુપરતક્રિયા અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે ભુપરતક્રિયા. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામવિશેષનું પતન નથી તે ધ્યાન વ્યુપરતક્રિયાનિવૃત્તિ. આ ભેદ ચૌદમા ગુણસ્થાને હોય છે.
तत्त्र्येक- काययोगाऽ योगानाम् તત્યેક-કાયયોગાયોગાનામ્ તત્-ત્રિ-એક-કાયયોગ-અયોગાનામ્
તે ચાર પ્રકારનું શુક્લધ્યાન અનુક્રમે ત્રણયોગ, એક યોગ, કાયયોગ અને અયોગને હોય છે.
૯૪૨
૯-૪૨
૯-૪૨
ધ્યાનનો પ્રથમ ભેદ મન આદિ ત્રણે યોગોના વ્યાપારવાળાને, બીજો ભેદ ત્રણમાંથી ગમે તે એક યોગના વ્યાપરવાળાને, ત્રીજો ભેદ
૩૫૪ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org