________________
પૃથકત્વ-એકત્વ-વિતર્ક-સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતિસુપરત-ક્રિયા-નિવૃત્તીનિ
૯-૪૧ પૃથકત્વવિતર્ક, એકત્વ વિતર્ક, સૂમક્રિયા પ્રતિપાતી અને વ્યુપરત ક્રિયા નિવૃત્તિ એ ચાર શુક્લધ્યાનના ભેદો છે.
(૧) પૃથકત્વ-વિતર્કસવિચાર : પૃથકત્વ એટલે ભેદ – જુદાપણું, વિતર્ક એટલે પૂર્વગત શ્રત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ-પરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર.
પૂર્વધર મહાત્મા પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોનાં અનુસાર ઉત્પાદ, ધ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી (ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાય કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું અવલંબન લે છે. અથવા વચનયોગનો ત્યાગ. કરી કાયયોગનું કે મનોયોગનું અવલંબન લે છે. અથવા મનોયોગનો ત્યાગકરી કાયયોગનું કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન કરે છે.
(૨) એકત્વ-વિતર્ક-અવિચારઃ એકત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. વિતર્કનો અને વિચારનો અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો (વિકલ્પનો) અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં, પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી અભેદપ્રધાન (દ્રવ્ય-પર્યાયનો અભેદ) ચિંતન થાય. અને અર્થ-વ્યંજન
| અધ્યાય : ૯ • સૂત્ર : ૪૧ ૪ ૩૫૩
અwwww કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org