________________
બંને પ્રકારની શ્રેણીનો આરંભ આઠમા ગુણસ્થાનકથી થાય છે. પરંતુ કર્મોનાં ઉપશમનો કે ક્ષયનો પ્રારંભ નવમા ગુણસ્થાનકથી થાય છે. તથા ૧૧મા ગુણસ્થાને ઉપશમક શ્રેણીની અને ૧૨મા ગુણસ્થાને ક્ષપક શ્રેણીની સમાપ્તિ થાય છે. (ક્ષપક શ્રેણિમાં અગિયારમું ગુણસ્થાન હોતું નથી.) બંને પ્રકારની શ્રેણીમાં ૮-૯-૧૦ ગુણસ્થાનકોમાં ધર્મધ્યાન જ હોય છે. તથા ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ધર્મ અને શુક્લ બંને ધ્યાન હોઈ શકે છે. શ્રેણીએ ચઢનારા જીવો બે પ્રકારના હોય છે. (૧) પૂર્વધર (શ્રુતકેવલી – સંપૂર્ણ ચૌદ પૂર્વધર) (૨) અપૂર્વધર (ચૌદમી ન્યૂન શ્રુતનાં શાતા). બંને પ્રકારની શ્રેણીમાં યથાસંભવ ૧૧મા ૧૨મા ગુણઠાણે પૂર્વધરને શુક્લધ્યાન (પ્રથમમાં બે ભેદ) હોય છે અને અપૂર્વધરને ધર્મધ્યાન હોય છે. શુક્લધ્યાનના અંતિમ બે ભેદના સ્વામી
परे केवलिनः
પરે કેવલિનઃ
પરે કેવલિનઃ
૯-૪૦
૯-૪૦
૯-૪૦
શુક્લધ્યાનના બે ભેદ અંતિમ કેવળીને હોય છે.
તેરમા ગુણસ્થાને અંતિમ અંતર્મુહૂર્તમાં મન-વચન એ બે યોગોનો સર્વથા નિરોધ થયા બાદ બાદર કાયયોગનો નિરોધ થતાં કેવળ સૂક્ષ્મ કાયયોગની ક્રિયા શ્વાસ જેવી ક્રિયા હોય છે. ત્યારે ત્રીજો ભેદ હોય છે. તે સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થતાં અર્થાત્ સંપૂર્ણ યોગનિરોધ થતાં ચૌદમા ગુણસ્થાને આત્માની નિષ્પ્રકંપ અવસ્થા રૂપ ચોથો ભેદ હોય છે.
શુક્લ ધ્યાનના ચાર ભેદ
पृथक्त्वैकत्व-वितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपाति
व्युपरतक्रिया-निवृत्तीनि
પૃથક્ક્ત્વકત્વ-વિતર્ક-સૂક્ષ્મક્રિયાઽપ્રતિપાતિવ્યુપરત-ક્રિયાનિવૃત્તીનિ
૩૫૨ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
૯-૪૧
૯-૪૧
www.jainelibrary.org