________________
છે. જોકે આવી સૂક્ષ્મ વિચારણા અપ્રમત્ત સંયત એવા મુનિજનોને હોય છે. આ ધર્મધ્યાન તાત્ત્વિક દૃષ્ટિયુક્ત હોવાથી તેના અધિકારી છઠ્ઠા ગુણસ્થાનક વગેરેમાં અભ્યાસરૂપે હોય છે પણ પારમાર્થિક દૃષ્ટિએ ધર્મધ્યાન તે ગુણસ્થાનકોમાં પ્રાયે હોતું નથી. उपशान्त क्षीणकषाययोश्च
૯-૩૮
૯-૩૮
ઉપશાન્ત-ક્ષીણકષાયોશ્ર ઉપશાન્ત-ક્ષીણકષાયયોઃ ચ
૯-૩૮
ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને પણ ધર્મધ્યાન હોય છે. ઉપરના સૂત્રમાં અપ્રમત્તસંયતને ધર્મધ્યાન હોય એમ કહ્યું છે. આ સૂત્રમાં ઉપશાંત કષાય અને ક્ષીણકષાય સંયતને પણ ધર્મધ્યાન હોય છે એમ જણાવ્યું છે. ૧૧મા ગુણસ્થાને રહેલ મુનિ ઉપશાંતકષાય અને ૧૨મા ગુણસ્થાને રહેલ મુનિ ક્ષીણકષાય છે. આથી ૭થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે. એ સિદ્ધ થયું.
શુક્લધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામી
- ૯-૩૯
૯-૩૯
शुक्ले चाद्ये पूर्वविदः શુક્લે ચાઘે પૂર્વવિદઃ શુક્લે ચ આઘે પૂર્વવિદઃ ૯-૩૯ પૂર્વનાં જાણકાર ઉપશાંત કષાય અને ક્ષીણકષાય
મુનિને શુક્લ ધ્યાનમાં પ્રથમ બે ભેદો હોય છે.
અર્થાત્ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જો પૂર્વધર ન હોય તો તેમને ૧૧-૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જો પૂર્વધર હોય તો શુક્લધ્યાન (પ્રથમનાં બે ભેદ) હોય.
ઉપશમ અને ક્ષપક બંને પ્રકારની શ્રેણીમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારનાં ધ્યાન હોય છે. અર્થાત્ ઉપશમ શ્રેણીમાં ધર્મ અને શુક્લ એ બંને પ્રકારનાં ધ્યાન હોય છે. તથા ક્ષપક શ્રેણીમાં પણ ધર્મ અને શુક્લ એ બંને ધ્યાન હોય છે.
Jain Education International
અધ્યાય : ૯
.
સૂત્ર : ૩૮-૩૯ ૪ ૩૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org