________________
WWA WWWwwwwww
સંબંધી એકાગ્ર મનોવૃત્તિ તે ચાર પ્રકારનું ઘર્મધ્યાન છે. આ ધ્યાન સપ્રમત્ત સંવતને હોય છે. વિચય ચિંતન, મનની એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું. તે ધર્મધ્યાનના ચાર ભેદો છે.
૧. આજ્ઞાવિચય : વીતરાગ સર્વજ્ઞ દેવની આજ્ઞા શું છે? તેના વિષે જાણવા મનોયોગ જોડવો. હળુકર્મી જીવો આત્મહિત માટે જિજ્ઞાસા વિષે ચિંતન કરે છે, તેમની આજ્ઞાને સમજે છે કે જિનાજ્ઞા મને આત્મ હિતકારી છે. તેને માટે એકાગ્ર ચિત્તે વિચારણા કરવી તે આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
૨. અપાય વિચય : અપાય = દોષ, દુઃખ.
સાધક આત્મા જન્મ-મરણ, રોગ-શોક વગેરે દુઃખોનો વિચાર કરે છે, તે દુ:ખના મૂળનો વિચાર કરી તેના છૂટવા માટે અને આત્માહિત માટે એકાગ્ર ચિત્તે વિચારણા કરે તેને “અપાય વિચય ધર્મધ્યાન' કહે
a nananaaawwwwwwwwwwwwwwwwwwww
૩. વિપાક વિચય : વિપાક = ફળ.
અનુભવમાં આવતા કર્મના ફળનો વિચાર કરવો, કે જીવને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી તેના ફળ રૂપે આત્મજ્ઞાન થતું નથી કે ક્ષયોપશમ જ્ઞાન પણ થતું નથી. એ પ્રમાણે આઠે કર્મોના વિપાકરૂપે જીવના આઠ ગુણ પ્રગટ થતા નથી. તે શું કરવાથી પ્રગટ થાય તેની એકાગ્ર ચિત્તે વિચારણા કરવી તે વિપાક વિચય ધર્મધ્યાન છે. અનાદિકાળથી જીવ કર્મના વિશે પરિભ્રમણ પામ્યો છે. વિવિધ કર્મોનાં ફળ ભોગવવાં પડે છે. તેવી વિચારણા કરવી તે વિપાક વિચય ધર્મધ્યાન છે.
૪. સંસ્થાન વિચય ધર્મધ્યાનઃ સંસ્થાન એટલે આકાર, (લોક)
લોકના આકારનું તથા લોકમાં રહેલાં દ્રવ્યોનું ચિંતન કરવું, લોકમાં રહેલા ત્રણે લોકના સ્વરૂપને વિચારવું. આ પ્રમાણે લોકસ્વરૂપ વિચારતાં ચિત્તશુદ્ધિ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ થતાં અધ્યાત્મવિકાસની વૃદ્ધિ થાય
* ૩૫૦ જ તત્ત્વમીમાંસા
nan
A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org