________________
આમ બે ભેદોમાં એકાશ્રય અને વિતર્ક એ બેની સમાનતા છે. તથા પૃથકત્વ એકત્વ તથા વિચારની અસમાનતા છે.
વિતર્કની વ્યાખ્યા વિત યુતનું ૯-૪૫ વિતર્ક શ્રુતમ્ ૦-૪૫
વિતર્ક શ્રુતમ ૯-૪૫ વિતર્ક એટલે પૂર્વગત શ્રત. યદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ-ચિંતન થાય છે. પણ અહીં વિકલ્પ (વિતર્ક) પૂર્વગત શ્રુતના આધારે વિવિધ નયના અનુસાર કરવાનો હોવાથી તેમાં (વિકલ્પમાં) પૂર્વગત શ્રતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી વિતર્કનો શ્રુત અર્થ કરવામાં આવ્યો છે. તથા શ્રુત શબ્દથી સામાન્ય શ્રત નહિ, કિન્તુ પૂર્વગત શ્રત સમજવું. .
વિચારની વ્યાખ્યા विचारोऽर्थ-व्यञ्जन-योगसंक्रान्तिः
૯-૪૬ વિચારોડર્થ-વ્યંજન-યોગસંક્રાન્તિઃ
૯-૪૬ વિચારક-અર્થ-વ્યંજન-યોગસંક્રાન્તિઃ
૯-૪૬ અર્થ વ્યંજન અને યોગની સંક્રાંતિ તે વિચાર છે. અર્થ એટલે બેય, દ્રવ્ય કે પર્યાય, વ્યંજન એટલે ધ્યેય પદાર્થનો અર્થવાચક શબ્દ – શ્રુતવચન, મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. સંક્રાંતિ એટલે સંક્રમણ = પરિવર્તન.
કોઈ એક દ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું. એ પ્રમાણે દ્રવ્યપર્યાયનું પરિવર્તન એ અર્થ (દ્રવ્ય-પર્યાય) સંક્રાંતિ છે. કોઈ એક શ્રુતવચનને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય કૃતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસંક્રાંતિ છે. કાયયોગનો ત્યાગ કરી
૩૫૬ : તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org