________________
આર્તધ્યાનના અનુક્રમે ચાર કારણો છે. તેનો પ્રથમ ભેદ છે અનિષ્ટસંયોગ આર્તધ્યાન.
અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે તેનાથી વ્યાકુળ થયેલો આત્મા તે વસ્તુને દૂર કરવા જે સતત્ ચિંતા કરે તે અનિષ્ટસંયોગ આર્તધ્યાન. દા.ત. તમારા ઘરમાં કોઈ તમને ન ગમતી વસ્તુ મૂકી જાય, ત્યારે તમે તેને માટે સતત વિચાર કરો કે આ વસ્તુ ક્યારે ઘરમાંથી દૂર થશે તે પ્રમાણે તમને જેના તરફ અસદ્ભાવ છે તેવી વ્યક્તિ તમારી નજીક રહે ત્યારે તમને એમ થાય કે આ ક્યારે જશે ?
તમે બેઠા છો ત્યાં નિરંતર કંઈ અવાજ થયા કરે છે, ત્યારે તમે સતત વિચાર્યા કરો છો કે આ અવાજ ક્યારે બંધ થશે ?
કોઈ ક્ષેત્રમાં કંઈ પ્રતિકૂળતા થતાં એ ક્ષેત્રને ક્યારે છોડી દઉં તેની અને તેના ઉપાયની સતત ચિંતા કરવી તે અનિષ્ટસંયોગ આર્તધ્યાન છે.
वेदनायाश्च
: ૯-૩૨
વેદનાયાશ્ર
૯-૩૨
વેદનાયાઃ ચ
૯-૩૨
રોગથી થતી વેદનાને દૂર કરવાનો અને તેના ઉપાયનો એકાગ્ર ચિત્તે વિચાર તે વેદના-વિયોગ ચિંતારૂપ ધ્યાનનો બીજો ભેદ છે.
રોગથી થતી વેદનાને દૂર કરવા અને તેના ઉપાય માટે એકાગ્ર ચિત્તે વિચાર કરવો તે વેદના-વિયોગ ચિંતારૂપ' આર્તધ્યાનનો બીજો ભેદ છે.
વેદનાથી મુક્ત થવાની ચિંતા તે અનિષ્ટવિયોગ ચિંતારૂપ છે. તે અનિષ્ટના સંયોગથી મુક્ત થવાની ચિંતા જેવું છે. જીવને શરીરનું મમત્વ વિશેષ હોવાથી અત્રે વેદના-વિયોગની ચિંતાનો ભેદ દર્શાવ્યો છે. અર્થાત્ જીવ માત્રને ઇષ્ટનો સંયોગ ગમે છે, અનિષ્ટનો વિયોગ પ્રિય હોય છે. આ સર્વે યોગ-સંયોગ પૂર્વ પ્રારબ્ધ યોગે બને છે, તેના નિમિત્તથી જીવને
૩૪૬ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org