________________
પુનઃ અશુભ કર્મનો બંધ થાય છે.
૨. રૌદ્ર : રુદ્ર = કૂર. ક્રૂર પરિણામવાળું ધ્યાન તે રૌદ્રધ્યાન. અન્યને પીડા આપનારા પરિણામ તે રૌદ્રધ્યાન છે. તેના વડે. તીવ્ર અશુભકર્મનો બંધ થાય છે.
૩. ઘર્મઃ ક્ષમા આદિ ગુણોયુક્ત ધ્યાન તે ધર્મધ્યાન. મૈત્રી આદિ ભાવનાથી ભાવિત તે ધર્મધ્યાન, જેના વડે ક્રમે ક્રમે કર્મો ક્ષીણ થાય
૪. શુક્લ : નિર્મળ. સઘળાં કર્મોનો ક્ષય કરી શકે તેવું ધ્યાન તે ધર્મધ્યાન.
ધ્યાનના ફળનો નિર્દેશ परे मोक्षहेतू ૯-૩૦ પર મોક્ષહેતૂ ૯-૩૦
પરે મોક્ષહેતું ૯-૩૦
અંતિમ બે ધ્યાન મોક્ષના હેતુ છે. પછીના ધર્મધ્યાન અને શુક્લધ્યાન મોક્ષના પ્રયોજનભૂત છે. અને આર્ત તથા રૌદ્ર ધ્યાન સંસારપરિભ્રમણના હેતુરૂપ છે.
આર્તધ્યાનના પ્રથમ ભેદનું વર્ણન आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ४-३१ આર્તમમનોજ્ઞાન સપ્રયોગે તઢિપ્રયોગાય સ્મૃતિસમન્વાહાર ૯-૩૧ આર્તમુ-અમોલ્લાનાં સંપ્રયોગે ત–વિપ્રયોગાય સ્મૃતિ
સમન્વાહાર: ૯-૩૧ અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાનો તથા દૂર કરવાના ઉપાયનો એકાગ્રચિત્તે વિચાર એ આર્તધ્યાનનો અનિષ્ટ વિયોગ ચિંતારૂપ પ્રથમ ભેદ છે.
અધ્યાય : ૯ • સૂત્ર : ૩૦-૩૧ ૩૪૫
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org