________________
HAMAMHAMAMARAANAKARAAN
૯-૨૭
વ્યુત્સર્ગ (-ત્યાગ) છે.
(૧) બાહ્યોપધિ ઃ સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપાધિથી અતિરિક્ત ઉપધિનો કે અકથ્ય ઉપધિનો અને ઉપલક્ષણથી અનેષણીય કે જીવજંતુથી સંસક્ત આહાર-પાણી આદિનો ત્યાગ કરવો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે. (૨) અત્યંતરોપથિ: રોગાદિથી સંયમનો નિર્વાહ ન થઈ શકે ત્યારે મરણ સમય નજીક આવે ત્યારે કે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાયાનો અને કષાયોનો ત્યાગ એ અત્યંતરોપધિ વ્યુત્સર્ગ છે.
ધ્યાનનું લક્ષણ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ૯-૨૭ ઉત્તમસંહનનઐકાગ્રચિન્તાનિરોધો ધ્યાનમ્ ઉત્તમસંહનન એકાગ્ર-ચિન્તા-નિરોધઃ ધ્યાનમ્ ૯-૨૭
કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન ઉત્તમ સંઘયણવાળાને હોય છે.
એકાગ્ર : કોઈ વિષય પર કે આલંબનમાં એકાગ્ર. ચિંતા = ચલચિત્ત, નિરોધ = સ્થિરતા, રોકવું. ચંચળ ચિત્તની કોઈ એક વિષય પર સ્થિરતા તે ધ્યાન છે.
ઉત્તમ સંહનન : મજબૂત બળવાળું શરીર.
આ સૂત્રમાં ઉત્તમ ધ્યાનને લક્ષમાં રાખી ધ્યાન વિષે નિરૂપણ કરવામાં આવ્યું છે. તે સિવાય ચારે ગતિમાં જીવને કોઈ એક પ્રકારનું ધ્યાન હોય છે.
વજઋષભનારાચ, અર્ધવજઋષભનારાંચ અને નારાચ એ ત્રણ શરીરનું બંધારણ ઉત્તમ છે, અને તેના શરીરધારી જીવને ઉત્તમ ધ્યાનના અધિકારી માન્યા છે. કારણ કે ધ્યાન કરવામાં જેમ માનસિક બળ જોઈએ તેમ શારીરિક બળ પણ જોઈએ. તે ઉપરના ત્રણ સંઘયણવાળા
૩૪૨ જ તત્ત્વમીમાંસા
www
-
- -
જા જા જઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org