________________
કામકાજામાજા જા
જા જા જા
જા જનક
-----
-----
જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની જરૂર છે તે નવદીક્ષિત સાધુ. (૫) ગ્લાન : જ્વર આદિ રોગથી પરાભૂત. (૬) ગણ ? એક આચાર્યનો સમુદાય. (૭) કુલ : અનેક ગચ્છોનો (ગણોનો) સમુદાય. (૮) સંઘ ઃ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચાર પ્રકારનો સંઘ છે. (૯) સાધુ : મોક્ષની સાધના કરનાર પંચમહાવ્રતધારી મુનિ. (૧૦) સમનોજ્ઞ: જેમનો પરસ્પર સંભોગ હોય, અર્થાતુ ગોચરી પાણી આદિનો પરસ્પર લેવા-દેવાનો વ્યવહાર હોય તે સાધુઓ સમનોજ્ઞ છે.
સ્વાધ્યાયના ભેદોનું વર્ણન वाचना-पृच्छनाऽनुप्रेक्षाऽऽम्नाय-धर्मोपदेशाः ૯-૨૫ વાચના-પૃચ્છનાડનુપ્રેક્ષાડડસ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫ વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા-આમ્નાય-ધર્મ-ઉપદેશાઃ ૯-૨૫
વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આખાય, ધર્મોપદેશ એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે.
(૧) વાચનાઃ શિષ્ય આદિને આગમ આદિ શ્રતનો પાઠ આપવો. (૨) પૃચ્છના સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્નો પૂછવા. (૩) અનુપ્રેક્ષા : ભણેલ શ્રુતનું મનમાં ચિંતન-પરાવર્તન કરવું. (૪) આમ્નાય : મુખના ઉચ્ચારપૂર્વક અભ્યાસ કરવો – નવું શ્રુત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલ શ્રતનું પરાવર્તન કરવું. (૫) ધર્મોપદેશ : સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું, શિષ્ય વગેરેને ધર્મનો ઉપદેશ આપવો. અત્યારે શ્રાવકોને અપાતું વ્યાખ્યાન પણ ધર્મોપદેશરૂપ સ્વાધ્યાય છે.
વ્યુત્સર્ગના ભેદોનું વર્ણન बाह्याभ्यन्तरोपध्योः
૯-૨૬ બાહ્યાભ્યન્તરોપધ્યોઃ
૯-૨૬ બાહ્ય-અભ્યત્તર-ઉપથ્થોઃ
૯-૨૬ બાહ્ય અને અત્યંતર ઉપધિનો ત્યાગ એમ બે પ્રકારે
- નાણાકીય સહાયરૂપ બનતા
કરનાર સરકાર
મારા જીવન
કાકા છોકરા ..
અધ્યાય : ૯ • સૂત્ર : ૨૫-૨૬ જ ૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org