________________
૯-૨૩
પ્રભાવના કરે, બાદ ફરી દીક્ષા લઈ ગચ્છમાં દાખલ થાય એ પારાંચિક પ્રાયશ્ચિત્ત છે.
તત્ત્વાર્થમાં નવતત્ત્વ પ્રકરણ આદિની જેમ પ્રાયશ્ચિત્તના દશ ભેદોનો નિર્દેશ ન કરતાં નવ ભેદોનો નિર્દેશ કેમ કર્યો એ અંગે વિચારતાં જણાય છે કે – વર્તમાનમાં અનવસ્થાપ્ય અને પારાચિકનો વિચ્છેદ છે એથી તે બેનો નિર્દેશ નથી કર્યો. તથા મૂલ અને ઉપસ્થાપનનો અર્થ સમાન છે, માત્ર શબ્દભેદ છે. એટલે મૂળના સ્થાને જ ઉપસ્થાપનનો નિર્દેશ કર્યો છે. આ દૃષ્ટિએ નવ ભેદોનો નિર્દેશ પણ સુસંગત છે.
વિનયના ભેદો જ્ઞાન-વર્શન-વારિત્રો પર
૯-૨૩ જ્ઞાન-દર્શનચારિત્રોપચારા જ્ઞાન-દર્શન-ચારિત્ર-ઉપચારા ૯-ર૩
જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે. વિનયના મુખ્ય બે ભેદ છે. (૧) તાત્ત્વિક અને (૨) ઉપચાર. મોક્ષમાર્ગની (જ્ઞાન, દર્શન, ચારિત્રની) સ્વયં આરાધના કરવી એ તાત્ત્વિક વિનય, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અન્ય આરાધકનો યથાયોગ્ય વિનય કરવો એ ઉપચાર વિનય. મોક્ષમાર્ગના ત્રણ ભેદ હોવાથી તાત્ત્વિક વિનયના જ્ઞાનવિનય આદિ ત્રણ મુખ્ય ભેદો છે. અવાંતર ભેદો અનેક છે.
(૧) જ્ઞાનવિનય : મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે તે વિષયની શ્રદ્ધા કરવી, જ્ઞાનની ભક્તિ કરવી, જ્ઞાન ઉપર બહુમાન રાખવો, શેય પદાર્થોનું ચિંતન કરવું, વિધિપૂર્વક નવું જ્ઞાન પ્રહણ કરવું, ગ્રહણ કરેલ જ્ઞાનનું પરિશીલન કરવું વગેરે જ્ઞાનવિનય
OR
wwwWwWMVMnaran
MAMMADONOVA AM -
છે.
-
-
(૨) દર્શનવિનય : તત્ત્વભૂત અર્થોની શ્રદ્ધા કરવી, શમ આદિ લક્ષણોથી આત્માને વાસિત કરવો, દેવ-ગુરુની આશાતનાનો ત્યાગ કરવો
અધ્યાય : ૯• સૂત્ર : ૨૩ ૩૩૯
જામનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org