________________
અંત:કરણથી મિથ્યાદુષ્કત આપવું.
(૪) વિવેક : વિવેક એટલે ત્યાગ. આહાર આદિ ઉપયોગપૂર્વક લેવા છતાં અશુદ્ધ આવી જાય તો વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો એ વિવેક છે.
(૫) વ્યુત્સર્ગઃ વિશેષ પ્રકારે (ઉપયોગપૂર્વક) ઉત્સર્ગ (ત્યાગ) તે વ્યુત્સર્ગ. અર્થાત્ ઉપયોગપૂર્વક વચન અને કાયાના વ્યાપારનો ત્યાગ તે વ્યુત્સર્ગ (કાઉસ્સગ્ગ) તપ છે. અનેષણીય કે જંતુમિશ્રિત આહારપાણી, મળ-મૂત્ર વગેરેના ત્યાગમાં તથા ગમનાગમન આદિ ક્રિયાઓમાં લાગેલા દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી કરવામાં આવે છે.
(૪) તપ : પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે બાહ્ય-અભ્યતર તપનું સેવન કરવું તે તપ પ્રાયશ્ચિત્ત.
(૭) છેદ : દીક્ષાપર્યાયના છેદથી દોષોની શુદ્ધિ.
(૮) પરિહાર : ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યત વંદન, અન્નપાણીનું આદાનપ્રદાન, આલાપ આદિનો પરિહાર -ત્યાગ) કરવો એ પરિહાર પ્રાયશ્ચિત્ત.
(૯) ઉપસ્થાપન : દોષોની શુદ્ધિ માટે દીક્ષાના પૂર્વપર્યાયનો ત્યાગ કરી બીજા નવા પર્યાયોમાં ઉપસ્થાપના કરવી. અર્થાત્ ફરીથી પ્રવજ્યા આપવી એ ઉપસ્થાપન પ્રાયશ્ચિત્ત.
નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં પરિહાર અને ઉપસ્થાપન એ બે પ્રાયશ્ચિત્તના સ્થાને મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એ ત્રણ ભેદ છે.
મૂલ : મૂળથી (સર્વથા) ચારિત્ર પર્યાયનો છેદ કરવો. અર્થાત ફરીથી પ્રવ્રજ્યા આપવી.
અનવસ્થાપ્ય : શુદ્ધિ માટે ગુરુએ આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી મહાવ્રતો ન ઉચ્ચારાવવા.
પારાંચિક : સાધ્વીનો શીલભંગ વગેરે મોટા દોષોની શુદ્ધિ માટે ગચ્છની બહાર નીકળી ૧૨ વર્ષ સુધી છૂપા વેશમાં ફરે તથા શાસનની
૩૩૮ જ તત્ત્વમીમાંસા
Free
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org