________________
બાહ્ય પદાર્થોની અપેક્ષા નથી. કર્મની નિર્જરામાં મહત્ત્વનું છે. બાહ્ય તપના છ ભેદ છે :
(૧) અનશન ઃ મર્યાદિત સમય માટે કે જીવનના અંત સુધી ચારે આહારનો ત્યાગ કરવો. (નવકારશીથી માંડીને અલ્પાધિક ઉપવાસ કરવા. અંતમાં સંલેખના જેવા તપમાં ચારે આહારના ત્યાગ સહિત શરીર પણ એક જગાએ એક જ સ્થિતિમાં રાખી ધ્યાનમાં લીન થવાનું હોય છે.
(૨) અવમૌદર્ય : (ઉણોદરી) ઉદરને ઉભું રાખવું. ક્ષુધા કરતાં આહાર ઓછો લેવો. પોતાની ક્ષુધાનું માપ પોતે કાઢી લેવું અને પેટમાં પાણી પીધા પછી અકળામણ ન થાય, પવનને ફરવાની જગા રહે તેવી રીતે આહાર કરવો.
(૩) વૃત્તિપરિસંખ્યાન : વૃત્તિ (આહાર) પરિસંખ્યાન (ગણતરી) આહારની લોલુપતા ઘટાડવા, ઘણા પદાર્થોની લાલસા ઘટાડવા આહારના પદાર્થોનો સંક્ષેપ કરવો. દ્રવ્યથી અમુક પદાર્થો લેવા ક્ષેત્રથી અમુક ઘરની વસ્તુ લેવી. કાળથી અમુક સમયે આહાર લેવો. ભાવથી કોઈ અભિગ્રહ ધારણ કરવો.
(૪) રસત્યાગ : મધુર અને ભારે પદાર્થો ખાવાથી વિકાર પેદા થાય છે. તેથી સાધકે સંયમ માટે ભારે પદાર્થોનો ત્યાગ કરવો. તેમાં વધુ દોષજનક ભારે પદાર્થો (વિગઇ) મધ, માંસ, માખણ, મદિરાનો સંપૂર્ણ ત્યાગ કરવો. સામાન્ય પદાર્થો (લઘુવિગઇ) દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલા પદાર્થોનો સંયમ કરવો. અગર દરરોજ એક એક વિગઇ ત્યાગ કરવાથી સંયમ કેળવાય છે.
(૫) વિવિક્ત શય્યાસન : વિવિક્ત એકાંત, શય્યાસન = રહેવું-સૂવું, અથવા સંલીનતા સંયમ.
આગળ વધેલા સાધકે સાધનાકાળમાં એકાંતમાં વસવું. સંયમને બાધા પહોંચે તેવા સ્ત્રી-પુરુષ આદિની વસ્તીવાળા સ્થાનમાં ન રહેતાં શૂન્યઘરો કે એકાંતવાસમાં રહેવું.
(૬) કાયક્લેશ : કાયાને કસવી. વિવિધ આસનો દ્વારા સાધનામાં
Jain Education International
અધ્યાય : ૯
=
.
સૂત્ર : ૧૯ ૪ ૩૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org