________________
-----
-----
--------
--
-
-------
-
AMMANN
-
નાના નાના
નાના રાક પાયાના માનવતાના
એ ચાર ગુણસ્થાનોમાં કષાયના ઉદયનો બિલકુલ અભાવ હોય છે.* આથી એ ચાર ગુણસ્થાનવર્તી સાધુઓને યથાખ્યાત ચારિત્ર હોય છે. વર્તમાનમાં એ ચાર ગુણસ્થાનોનો અભાવ હોવાથી યથાખ્યાત ચારિત્રનો અભાવ છે.
આ પાંચ ચારિત્રોમાં પૂર્વ પૂર્વ ચારિત્રથી ઉત્તરોત્તર ચારિત્ર વધારે વધારે વિશુદ્ધ છે. ઈસ્વરકાલિક સામાયિકથી છેદોપસ્થાપનીય વધારે. વિશુદ્ધ છે. છેદોપસ્થાપનીયથી પરિહારવિશુદ્ધિ વધારે વિશુદ્ધ છે. अनशनाऽवमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्याग विविक्तशय्यासन-कायक्लेशाबाह्यंतपः
૯-૧૯ અનશનાડવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગ
વિવિક્તશય્યાસન-કાયક્લેશા બાહ્ય તપ: ૯-૧૯ અનશન-અવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગ વિવિક્તશધ્યા-આસન-કાયક્લેશા બાહ્ય તપઃ ૯-૧૯
અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયાક્લેશ એમ છ પ્રકાર બાહ્ય તપના છે.
વાસનાઓને ક્ષણ કરવા, કર્મના રસને બાળી નાંખવાનો ઉપાય તે તપ, આધ્યાત્મિક વિકાસ માટે શરીર, ઇન્દ્રિય અને મનને તપાવાય તે તપ છે. તે તપના બે ભેદ છે :
૧. બાહ્ય તપ : જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા છે, તથા બાહ્ય ક્રિયાની અપેક્ષાવાળું છે તે બાહ્ય તપ છે. તે સ્થૂળ અને લૌકિક છે. છતાં તે અત્યંતર તપની પુષ્ટિ કરનારું છે.
૨. અત્યંતર તપ : જેમાં માનસિક ક્રિયાની વિશેષતા છે અને * ૧૧મા ગુણસ્થાને કષાયોનો ઉપશમ યા ક્ષય છે. ૧૨-૧૩-૧૪ એ ત્રણ ગુણસ્થાનોમાં ક્ષય હોય છે.
૩૩૪ જ તત્ત્વમીમાંસા
....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org